chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આધીન હોવા અને પરાધીન હોવામાં ઘણો ફેર છે. પરાધીન હોઈએ ત્યારે ક્યારેક માણસ આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે. સમર્પિત રહો, સરન્ડર નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણાં સુખ, દુ:ખ, 
પીડા, વેદના, દર્દ, 
મુશ્કેલી અને મુસીબતનું કારણ આપણા વિચારો જ હોય છે. જે માણસનો પોતાના વિચારો પર કાબૂ છે એ યોગી જ છે. વિચાર જ આપણામાં વિકાર પેદા કરે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જે છે એને માણો તો સુખ માટેનાં પૂરતાં કારણો મળી જ રહેશે. સુખને અંદર શોધો, બહાર નહીં. બહાર જ જોશો તો ક્યારેય છેડા સુધી પહોંચશો જ નહીં, અંદર જોશો તો બહુ ઝડપથી સુખને પામી જશો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સરખામણીનો ક્યારેય કોઈ અંત જ આવતો નથી. જે માણસ પોતાની સરખામણી બીજા સાથે કરે છે, એ બીજી વ્યક્તિને શ્રેષ્ઠ કે આદર્શ માની લેતો હોય છે. એના જેવા થવાનો પ્રયાસ કરતો રહે છે. આપણે જ્યારે કોઈના જેવા થવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણા જેવા રહેતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધ કોઈ પણ હોય એ સુખ આપવા જોઈએ. એ માટે આપણને સુખી રહેતા આવડતું હોય એ પણ જરૂરી હોય છે. કોઈ આપણા માટે કંઈક કરતું હોય તો એની પણ કદર હોવી જોઈએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણી જિંદગી આપણી જ હોય છે, પણ આપણા લોકો એને વધુ જીવવા જેવી બનાવતા હોય છે. એટેચમેન્ટ માટે એટેચ રહેવું જરૂરી છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધોને સમજવા માટે સ્વભાવ, સંવાદ અને સંવેદનાને સમજવા પડે છે. સ્નેહ હોય ત્યાં બધું સામટું જ હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ગમે એવી નજીકની વ્યક્તિ હોય તો પણ એક હદથી વધારે ચંચુપાત કોઈનાથી સહન થતો નથી. આત્મીયતામાં આઝાદી હોવી જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

પ્રેમ થોડીક ચિંતા પણ સાથે લઈને આવતો હોય છે. ચિંતા અને આધિપત્ય વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. આપણે ચિંતાના નામે હક પણ જતાવવા લાગતા હોઈએ છીએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat