માઝમ રાત...
માઝમ એ રાત હતી ને,
વાદળની એ વાત હતી
બની યમુનાને ધાટ હતી,
વાંછટની વણઝાર હતી
પ્રિતના પગરવની છાંટ હતી,
શામ ની જોતી એ વાટ હતી,
કહે ગોપીઓ રાઘાને હતી,
છોરી થોડી દિવાની હતી,
ભીંજવતા નયને આશ હતી
ચોધાર વર્ષાની ધાર હતી
પણ રાધાના હૈયે હામ હતી,
આવશે એક દિ' એ શામ સખી
મળશે મુજને એ કાન અહીં,
અનંત પ્રેમનો પ્રાણ બની
-- હીના રામકબીર હરીયાણી