બદલાઈ જવું પણ કોના માટે...?
જે પ્રેમ કરે છે એમને કંઈ બદલવા જેવું નથી લાગતું...
અને જે પ્રેમ નથી કરતા એને કંઈ ફેર નથી પડતો....
તો પછી બદલાઈ જવું કોના માટે....?
પોતાની જાત ને કંઈ અટકાવતું હોય તો એના માટે....
પોતાના હૃદયને જો કઈક ખૂચતું હોય તો એના માટે...
સમયને માન આપવા, સમજ ને ધાર આપવા..
સ્વવિકાસ માટે,નવા આયામ માટે....
એ પણ પરાણે નહિ,સહજતા સાથે...
એટલે તો કહ્યું ચાલ પ્રકૃતિના સ્વભાવ સાથે...