પ્રેમ ની પરાકાષ્ઠા..
કે તારા એક સ્મિત માટે હું જીવ રેડી દઉ
પણ એ હવે વિવાદ પણ તારી સાથે જ છે,
કે સ્મિત પણ તું અને જીવ પણ તું ,હે નાથ,
આ આખાયે બ્રહ્માંડ સાથે વિવાદ પણ 'તું'
કઈક તો છે એ તત્વ ?જે આ સંબંધ ને પૂરા
બ્રહ્માંડ સાથે જોડી આ જીવ ને જીવન
સ્મિત ના ભાગીદાર બનાવી મોકલ્યા હશે
-હિના રામકબીર હરીયાણી