" તમન્ના લખવાની "
છે તમન્ના લખવાની, પણ લખાતું નથી.
કહેવું છે મારેય ઘણું પણ કહેવાતું નથી.
ન જાણે કેવી રીતે વીતી રહી છે જિંદગી,
સાહેબ, હવે નથી જીવાતું કે મરાતું નથી.
વહેતો હતો કદી ઝરણાં ને નદીની માફક,
ને, એક હદથી વધારે હવે વિસ્તરાતું નથી.
અનંત ને અખંડ થઈ ગયાં છે અંધીયારા,
દૂર સુધી આશાનું એક કિરણ દેખાતું નથી.
ઘૂંટાતું રહ્યું છે દર્દ બધુંય હૃદયમાં "વ્યોમ"
એક કવનમાં એ બધું જ દર્શાવાતું નથી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.