" જિજ્ઞાસા "
છે એક જિજ્ઞાસા મારા હૃદયમાં, કે કેમ આવું થયું?
હતું જ્યારે એ અમારું જ, તો કેમ એ પરાયું થયું?
છલકાતી'તી ક્યારેક, હર્ષથી જે વાદળની માફક!
એ કહો, કેમ આજ એ આંખનું આંસુ ખારું થયું?
રોકી લઉં છું ભીતર બદદુઆ, નથી લાવતો મુખે!
ચૂપ છું એ વિચારથી કે, જે થયું છે તે સારું થયું.
કરતો રહ્યો દુઆ કે ભલું થજો એમનું પણ સદા,
વફાદાર રહે એને એ, જે કદી પણ ના મારું થયું.
ઠાલવવી છે મનની વ્યથા મારે કોઈની પાસે "વ્યોમ"
પરંતુ, છું એ અવઢવમાં, કોને કહું? કે આ શું થયું?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.