કોઈને ચાહવું એટલે બસ પામી જ લેવું?
જો પ્રેમ આ જ છે તો પછી મોટાભાગની અમર પ્રેમની કહાનીઓ અધુરી ના રહી હોત.
દરેક ને ઝંખના હોય છે પામવાની ના નથી.
પરંતુ મોટાભાગના પ્રેમના પ્રસંગો વિરહની તપતી ધૂપમાં જ સુવર્ણની જેમ ચળકાટ પામ્યા છે.
ઉદાહરણ તરીકે સમજીએ તો સોની મહિવાલ, લૈલા મજનુ કે પછી હીર રાંઝણા જુઓ.
આ બધા જ પાત્રો મિલન કરતાં વિરહમાં પણ પોતાના પાત્ર પ્રત્યેની એક નિષ્ઠા નાં કારણે આજે લોકજીભે પ્રેમની વાતો આવે ત્યારે તરત જ સ્મરણમાં આવે છે.
જેમ જેમ પ્રેમ માં જુદાઈ વધે છે, તેમ તેમ પ્રણયની તિવ્રતા જો એટલી જ જળવાઈ રહે છે.
તો પછી માની શકાય કે પ્રણય ગમેતેવી કપરી કસોટીમાંથી પાર ઉતરી જશે.
ક્યારેક ના પામીને પણ પામી લીધાનો અહેસાસ 'ચાહત' બતાવે છે. તેમાં તિવ્રતા કરતાં સંયમની વિચારણા યોગ્ય રહે.
કહેવાય છે કે જેના પ્રત્યે ચાહત છે તેનો વિરહ અસહ્ય હોય છે. હા હોય છે.
આમ તો 'વિરહ' જ મિલન કરતાં પ્રેમનો સાચો માપદંડ આપતો હોય છે.
માણસ મળીને સ્નેહનો ભાવ બતાવે છે.
તેમાં તેની વ્યવહારિક બુદ્ધિ દ્વારા સમજણપૂર્વક નો ભાવ હોય છે.
જ્યારે વિરહ થી તડપતો માણસ જુદાઈમાં પણ કાયમી મિલન જેટલો જ પ્રતિસાદ આપે છે.
બસ ત્યારે ખરેખર તેનો પ્રેમ
એક અલગ જ મુકામ હાંસિલ કરેલ હોય છે.