"તમે બેય જરૂર પધારો".
હમણાં નવરાત્રી માં અમારી જ્ઞાતીના રિવાજ મુજબ બેઠા ગરબા નાં આમંત્રણ તો આવાં હોય જ છે. કોઈ મિત્રને ઘેર પ્રસંગ હોય તો પણ.
આ એક નવું આમંત્રણ (!!)
હું સાથ બોપલ મેરીગોલ્ડ થી આગળ NAYARA પંપ માં પેટ્રોલ ભરાવવા ગયો. વ્હાઇટ બ્લાઉઝ પર કાળો કોટ એ રીતે પહેરેલી કે બસ્ટ ધ્યાન ખેંચે જ, એવી યુવતી માદક સ્મિત લહેરાવતી આવી. મને કહે પેટ્રોલ ભરાવે એને માટે ઇનામની સ્કીમ છે. મેં પૂછ્યું કે પેટ્રોલ કંપની તરફથી? તો કહે હા. એક સ્લીપમાં મારું નામ, ફોન નંબર લખ્યાં. પછી કહે ડ્રો માં આવશે. ત્રીજે જ દિવસે સવારે ફોન આવ્યો વ્યામી વેકેશન નો . કહે કે તમને પસંદ કર્યા છે, ચાર વ્યક્તિ માટે સિલેક્ટ જગ્યાઓ માં થી એક જગ્યાએ 4 દિવસ 5 રાત વેકેશન અથવા અમુક ડિનર અથવા અમુક મોંઘો ડિનર અને ટી સેટ (આવા બે પુત્રોના લગ્નમાં આવેલા પછી એમ જ કોઈને આપી દેવા પડેલા) મળશે.
મેં પૂછ્યું પણ તો એ ત્રણ માંથી કયું? તો કહે અમુક હોટલમાં તમારે તમારી વાઇફ સાથે અમુક દિવસે સાંજે આવવાનું, ત્યાં ડિનર પછી ડ્રો થશે.
મને શંકા ગઈ. એમ તો ખોટું બોલાય નહીં કે એ નથી કે બીજે રહે છે. એ સ્કૂટર થી થોડે દૂર જ બહાર ઉભેલી આ બાઈએ જોયેલી.
કહે કે ના, વાઇફ સાથે જ આવવું.
મેં મઝાક કરી કે કદાચ વાઈફ ને બદલે કોઈ ને લાવું તો? ( એ ભર યુવાનીમાં પણ નથી કર્યું. શક્ય જ નથી મારે માટે.)
તો કહે ના, અમને ખ્યાલ આવી જ જશે કે તમારાં mrs છે.
મેં "હું આવી મોડસ ઓપરેન્ડી જાણું છું, ટ્રેપ માં નહીં આવું " કરી ફોન મૂકી દીધો.
બોપલ પોલીસ સ્ટેશનમાં પણ આવી સ્ત્રી અહીં ફરે છે એનો મેઇલ કર્યો.
આ લોકો ડીનર માટે કોઈ હોટલમાં બોલાવે. કોઈ પણ રીતે તમારી પત્નીને તમારાથી જુદી પાડી દે. તમને એકલા બોલાવી કોઈ રીતે ફસાવે જેમ કે સ્ટેમ્પ પેપર પર લખી દો કે મારું મકાન આ ભાઈને નામે કરું છું અથવા એમને લેવાના નીકળતા પાંચ લાખ આપું છું કે ક્રેડિટ કાર્ડ હોય તો લિમિટ સુધીનું બધું અને બાકી રહે તે આ સ્ટેમ્પ પેપર પર.
તમે પોલીસ ફરિયાદ કે કાયદાકિય કાર્યવાહી કરી શકો નહીં કેમ કે એમના લખાણમાં એવું નીકળે કે તમે જ દેવું કર્યું છે. સહીની ના પાડતા રહો તો તમારી પત્નીને બાનમાં રાખે. ભૂલે ચૂકે છોકરું ભેગું હોય તો એને પણ ગુમ કરી દે.
વાચકો, આવા લેભાગુ લોકો પંપ પર ફરતા હોય છે એનાથી સાવધ રહો.
એક કેમ ન સૂઝ્યું? એ કહે પેટ્રોલ કંપની નો ડ્રો છે તો અંદર ઓફિસમાં જઈ ખાત્રી કરવાનું? ઇન્ડિયન ઓઈલ કે શેલ માં સાચે ડ્રો હોય છે પણ એ દસ લીટર પેટ્રોલ ફ્રી સુધી.
(એ સ્ત્રી આ AI જનરેટેડ ફોટા કરતાં વધુ આકર્ષક હતી. ભરેલા ગાલ. આ છોકરી કરતાં વધુ ભરેલી, ઉપર કહ્યું એમ ઉભાર તો.. હું પણ આ અંકલ જેવો નથી દેખાતો. ઈશ્વર કૃપા.)