પીરમ બેટ
ગુજરાતનો ખાનગી માલિકીનો એકમાત્ર ટાપુ પીરમ
ખંભાતના અખાતમાં ભાવનગરના ઘોઘા પાસે
આવેલો છે મહત્તમ લંબાઇ ૧.૬ કિલોમીટર અને
મહત્તમ પહોળાઇ ૦.૮ કિલોમીટર છે.
ભાવનગરના રાજકુટુંબના વંશજ સિદ્ધરાજસિંહ
રાઓલે ખરીદી લીધેલો પીરમ અસલ તો બારિઆ કોળીઓનો હતો, પણ ૧૩૨૫માં મોખડાજી ગોહિલે તેના પર કબજો મેળવ્યો. સાથોસાથ મુસ્લિમોનું ઘોઘા પણ જીતી લીધું. ૧૩૪૭માં ગુજરાત ખાતેનોબળવો દાબવા મહમદ તઘલખ રૂબરૂ આવ્યો ત્યારે પીરમટાપુ પર તેણે હુમલો કર્યો અને તે સંઘર્ષમાં મોખડાજી ગોહિલેજાન ગુમાવ્યો. પીરમ ટાપુનું નામ બહુ જાણીતું ન હતું, પણ ૧૮૩૬ દરમ્યાન ત્યાં થયેલી આકસ્મિક ખોજે તેને ચર્ચામાં લાવી દીધું.
૧૮૩૬માં પીરમ ટાપુ પર સંશોધકોને ૩.૫ કરોડ વર્ષથી ૫.૫
કરોડ વર્ષ પહેલાંના સ્તન્યવંશી mammals પ્રાણીઓના અશ્મિ મળી આવ્યા. ભૂસ્તરીય કાલગણના મુજબ જોતાં તે ત્રેતાયુગના હતા. શોધ મહત્ત્વપૂર્ણ હતી, કેમ કે ૬.૫ કરોડ વર્ષ પહેલાં તમામ સિરસૃપ ડાયનોસોર નાશ પામ્યા બાદ ત્રેતાયુગમાં પહેલવહેલા સ્તન્યવંશી જીવો ધરતી પર કબજો જમાવી રહ્યા હતા. ઉત્ક્રાંતિમાં તે દોર આગળ વધીને છેક મનુષ્યના ઉદ્ભવ સુધી પહોંચવાનો હતો. ગુજરાતના પીરમ ટાપુ પર કેટલાંક એવાં ત્રેતાયુગી જનાવરોના અશ્મિ પણ હાથ લાગ્યા કે જે ભારતમાં બીજે ક્યાંય જોવા મળ્યા નહિ.
https://www.facebook.com/share/p/1FcC9znDzZ/