Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" સારું નથી "

લાગણીહીન આ જગમાં, લાગણીશીલ રહેવું સારું નથી.
દર્દ દિલનું બસ દિલમાં જ રાખવું, સૌને કહેવું સારું નથી.

ધારણ કરો સહનશક્તિને તમારી તાકાત તરીકે મિત્રો,
હર વખત હર જુલ્મ આ રીતે, મૂંગા સહેવું સારું નથી.

જ્યાં ન જળવાય માનપાન , ત્યાં જ અટકી જાવું ભલું,
સંબંધ હોય કે દોસ્તી, બહુ ભાવનામાં વહેવું સારું નથી.

સમજુ સમજી જાય છે બસ, આંખના એક જ ઈશારે, મૂર્ખની આગળ વારંવાર, ભાગવતનું રટવું સારું નથી.

છે કપરાં ચઢાણ જિંદગીના, હિંમત હારવી યોગ્ય નથી, ઊંચાઈ જોઈ "વ્યોમ", ડરીને પાછા હટવું સારું નથી.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112026677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now