મહાગૌરી (આઠમું નોરતું)
પવિત્ર ગંગા જળના જળાભિષેકથી
થયો શરીરનો શ્વેત વર્ણ જો.....
પ્રસન્ન થયા શિવજી ગૌરી માતને
મહા ગૌરી એ કહેવાય જો.......
સફેદ વસ્ત્ર ને વૃષભ પર સવારી આપની
પવિત્રતા,સૌંદર્યને શાંતિ આપ પ્રતિક જો....
પૂજા થાય તારી મહાઅષ્ટમીએ માં
ભક્તોને થાય પુણ્ય,સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ જો....
વંદન કરીએ તુજને જગત જનની
પુરી કરજો સૌ ભક્તોની આશ જો.......
જય મહાગૌરી ,જય માં અંબા
મહાઅષ્ટમીની શુભકામના,પુષ્પા એસ.ઠાકોર