Gujarati Quote in Poem by Thakor Pushpaben Sorabji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરદ પૂર્ણિમા 
આવે છે દરેક ઋતુઓ જોને "પુષ્પ" 
અનેરો એ ઉત્સાહ લઈને
આધ્યાત્મિક ચિંતન,શારીરિક સ્વાસ્થ્ય ને              સાંસ્કૃતિક એ ઉલ્લાસ લઈને.....................
વર્ષાઋતુની મેઘલી એ રાતો,ગર્જના
ને ભીનાશ વિદાય લે છે રે
આકાશ નિર્મળ,સ્વચ્છ ને નિલવર્ણ બને છે રે....
શરદઋતુના આગમને પ્રકૃતિ નવ વધુની જેમ શણગાર સજતી રે
નજીક હોય ચંદ્રમા પૃથ્વીની જેથી
પૂનમમોમાં શ્રેષ્ઠ પૂર્ણ સુંદર ગણાય રે........
આજ દિને પ્રગટ થયા ક્ષીરસાગર મંથનથી
લક્ષ્મી માત રે
ધન,ઐશ્વર્ય,શીતળતા ને આધ્યાત્મિક 
સમૃધ્ધિની શ્રેષ્ઠ ક્ષણ ગણાય રે.............
જીવાત્મા ને પરમાત્માનું પવિત્ર મિલન
મહારાસ એ કાનાનો રે
શાંતિ,નિર્મળતા ને આધ્યાત્મિક ઉર્જા એ બક્ષે રે..
શરદ પૂનમની હાર્દિક શુભકામના 
પુષ્પા એસ ઠાકોર "પુષ્પ"

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112040006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now