મારા અનુભવો.

(170)
  • 71.8k
  • 1
  • 37.8k

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક 'મારા અનુભવો' ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક છે. એમનાં આશ્રમ સાથે સંકળાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલની મંજુરી લઈને હું એમણે જ રજૂ કરેલ તમામ ભાગો સીધા જ આપ સમક્ષ રજૂ કરું છું, જેથી આપ સૌને પણ એનો લાભ મળે. આ મંજુરી આપવા બદલ શ્રી અશ્વિનભાઈ રાવલનો હું આભાર વ્યક્ત કરું છું.મારા અનુભવો … પ્રકરણ ૧- સ્વામી સચ્ચિદાનંદજી“ભિખારીઓની વચ્ચે”તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈ. ૧૯૫૩માં એક રાત્રે માત્ર સવા રૂપિયોમૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો.

1

મારા અનુભવો - ભાગ 1

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક અનુભવો' ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક છે. એમનાં આશ્રમ સાથે સંકળાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલની મંજુરી લઈને હું એમણે જ રજૂ કરેલ તમામ ભાગો સીધા જ આપ સમક્ષ રજૂ કરું છું, જેથી આપ સૌને પણ એનો લાભ મળે. આ મંજુરી આપવા બદલ શ્રી અશ્વિનભાઈ રાવલનો હું આભાર વ્યક્ત કરું છું.મારા અનુભવો … પ્રકરણ ૧- સ્વામી સચ્ચિદાનંદજી“ભિખારીઓની વચ્ચે”તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈ. ૧૯૫૩માં એક રાત્રે માત્ર સવા રૂપિયોમૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો. મૂઠીમાં એટલા માટે કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને સવા રૂપિયો ...Read More

2

મારા અનુભવો - ભાગ 2

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા પ્રકરણઃ૨ … સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. “જય અન્નપૂર્ણા !” હું ગુરુની શોધમાં નીકળ્યો હતો અને મારે કુંભમેળામાં જવું હતું. કુંભમેળાને હજી ત્રણેક મહિનાની વાર હતી. મારી યોજના એવી હતી કે સુરત ટાપ્ટીવેલી રેલવેના પાટે પાટે ભુસાવળ થઈને પ્રયાગરાજ પહોંચવું. પ્રયાગરાજ પહોંચવા ત્રણ મહિના પર્યાપ્ત હતા. મેં સાંભળ્યું હતું કે કુંભમેળામાં લાખો સાધુઓ ભેગા થાય છે. મને આશા હતી કે આમાંથી કોઈ નો કોઈ મને સદ્ગુગુરુ મળી રહેશે. મારું ધ્યેય માનવજીવનનું એકમાત્ર લક્ષ્ય – મોક્ષ હતું.મોક્ષ ના મેળવી શકાય તો જીવન વ્યર્થ છે. ...Read More

3

મારા અનુભવો - ભાગ 3

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની અનુભવો… પ્રકરણઃ…3 "અતિથિ દેવો ભવ:" ️ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. મને બરાબર યાદ નથી. કદાચ ક્રમમાં અવળા-સવળાપણું થઈ ગયું હોય, પણ એટલું યાદ છે કે તે દિવસે હું ખૂબ ચાલેલો. થાકીને લોથ થઈ ગયેલો. સૂરજ આથમવાને હજી થોડી વાર હતી ને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો. મારી સામે બે જ પ્રશ્ન રહેતા : એક તો બપોરે એક વાર સાદું ભોજન જમવાનો અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સુઈ જવાનો. બીજી કોઈ જરૂરિયાત ન હતી. ઈશ્વરસ્મરણ કરતાં કરતાં હું આખો દિવસ લગભગ ચાલ્યા કરતો. ...Read More

4

મારા અનુભવો - ભાગ 4

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 4 શિર્ષક:- પ્રથમ પ્રવચન લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા પ્રકરણઃ…4 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. “પ્રથમ પ્રવચન” જેને ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું. ઘરના કે ગામના ખૂણામાં આખી જિંદગી સબડનાર અને અંતે કફના લોચા કાઢતાં કાઢતાં પગ ઘસી ઘસીને મરી જનારને જીવનના રોમહર્ષણ અનુભવો નથી થતા હોતા. ખાધું-પીધું અને રાજ કર્યું. જેવું ભલેને રાજમહેલનું જ જીવન હોય પણ ખાવાપીવાની સલામતીની દૃષ્ટિવાળું જીવન હોય તો તે હજાર વર્ષનું લાંબું જીવન હોય તોપણ અર્થહીન છે. પ્રબળ લક્ષ્યની પ્રાપ્તિ માટે જીવનને કઠોરમાં કઠોર માર્ગ ઉપર પટકી દેનાર કાં તો ફના થઈ જાય ...Read More

5

મારા અનુભવો - ભાગ 5

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 5શિર્ષક:- તમારે ગુરુની જરૂર નથીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…5 "તમારે જરૂર નથી." સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. ડાહ્યાભાઈ પીછો છોડે તેવા ન હતા. પાછા સવારે આવી પહોંચ્યા વૃદ્ધ શરીરમાં તેમનો ઉત્સાહ અપાર હતો. મને કહે કે “એક દિવસથી વધુ ન રોકાવાનો તમારો નિયમ છે તો ભલે, પણ આજ તમારે અહીં નજીકના ગામ વાલોડ આવવું પડશે.' મેં કહ્યું કે કેમ ?” તો કહે કે એ બ્રાહ્મણોનું ગામ છે. આર્યસમાજી છે. ભલભલાને છક્કા છોડાવી દે છે. મારે તમને ત્યાં લઈ જવા છે અને બતાવી આપવું છે કે શેર ઉપર સવા શેર છે.' મને તેમની વાતનો ...Read More

6

મારા અનુભવો - ભાગ 6

ધારાવાહિક:- મારા અનુભવોભાગ- 6શિર્ષક:- પગે ફોલ્લા પડ્યા.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.અગાઉનાં પાંચ ભાગમાં આપ જે પ્રતિસાદ મળ્યો એ બદલ આભાર. તમને આ ધારાવાહિક પસંદ આવી રહી છે એ બદલ ધન્યવાદ. સ્વામી સચ્ચિદાનંદજીએ લખેલ તમામ પુસ્તકો ખૂબ જ સરસ છે. પ્રવાસ વર્ણન હોય કે, કોઈનું જીવનચરિત્ર હોય કે પછી હોય અધ્યાત્મ વિશે - સ્વામીજીનાં તમામ પુસ્તકો એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે.'મારા અનુભવો' - આ પુસ્તકમાં સ્વામીજીએ એમને પોતાને થયેલાં અનુભવો વિશેની ચર્ચા કરી છે. એક એક પ્રકરણ એક પ્રેરણા છે અને ઉત્તમ માર્ગદર્શક છે. આ પુસ્તકનાં તમામ ભાગો તમે આ ધારાવાહિકમાં વાંચી શકશો.મારા અનુભવો… ...Read More

7

મારા અનુભવો - ભાગ 7

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 7શિર્ષક:- અણગમો અને ગમો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…7. "અણગમો અને સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.હું મહારાષ્ટ્રની ધરતી ઉપર હતો. આ ધરતીએ અસંખ્ય સંતો આપ્યાઃ તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવને તો સૌ જાણે જ છે. પણ તે સિવાયના પછાત ગણાતી જ્ઞાતિઓમાં અસંખ્ય સંતો થયા, જેમની વાણી અને ગાથાઓથી મહારાષ્ટ્ર ઉજ્જ્વળ થયું છે. આ ધરતીએ અનેક પંડિતો, વિદ્વાનો, વિચારકો અને રાજનેતાઓ આપ્યા. છત્રપતિ શિવાજી અને વીર મરાઠા સરદારોની આ ભૂમિ, ગોખલે, તિલક અને સાવરકરની આ ભૂમિ. સમાજસુધારકોની આ ભૂમિ. અહીં જુનવાણી માનસ ધરાવનારનો તોટો નથી પણ સુધારકોની પણ એટલી જ ફળદ્રુપતા અહીં જોઈ શકાય છે. ધરતીના રૂપમાં ...Read More

8

મારા અનુભવો - ભાગ 8

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 8શિર્ષક:- કાશી.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…8. "કાશી " સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.આટલા ભ્રમણ પછી ગુરુજીની બાબતમાં હું નિરાશ થવા લાગ્યો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય મારા કાળજામાં ચોંટી ગયું હતું “કાંચનકામિનીનો ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે." હું જ્યારે લોકોને મારી વાત કહેતો ત્યારે લોકો હસી પડતા. “અરે મહારાજ ! આ તો કળિયુગ છે. કળિયુગમાં તમે કહો છો તેવા માણસ દુર્લભ છે.' મને થતું કે હું ગુરુ વિનાનો રહી જઈશ. કોઈ મઠના મહંત ગુરુ થવા તૈયાર થઈ જતા, પણ મને મઠો વગેરે પ્રત્યે ભારે ચીડ હતી. રહી રહીને થતું, ત્યારે હવે ...Read More

9

મારા અનુભવો - ભાગ 9

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 9શિર્ષક:- પંચગૌડ નહિ, પંચ દ્રવિડ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…9. "પંચગૌડ પંચ દ્રવિડ" સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.હિન્દુ પ્રજા માત્ર વર્ણવ્યવસ્થા દ્વારા જ ચાર ભાગમાં વહેંચાયેલી નથી, પણ પ્રત્યેક વર્ણમાં અનેક ઉપવર્ણ તથા ઉપજ્ઞાતિઓમાં પણ વહેંચાયેલી છે. હું ગુરુની શોધમાં નીકળ્યો હતો. મને કોઈ જ્ઞાતિબાધ ન હતો. મારે તો કાંચન- કામિનીના ત્યાગી ગુરુ જોઈતા હતા, પછી તે ગમે તે જ્ઞાતિના હોય. સામાન્ય રીતે સાધુસમાજમાં જ્ઞાતિપ્રથા ન હોવી જોઈએ. એક કહેવત છે કે વાટ્યું ઔષધ તથા મૂંડ્યો જતિ તેની કશીયે ખબર ના પડે. સાધુ-સંન્યાસી કઈ નાત-જાતના છે તેની તકેદારી રાખવી ન જોઈએ. જોકે જ્ઞાતિપ્રથાનાં મૂળ ...Read More

10

મારા અનુભવો - ભાગ 10

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 10શિર્ષક:- તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… "તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ." બીજા દિવસે સવારે દંડી સ્વામી પોતાના માટે નિશ્ચિત થયેલા અન્નક્ષેત્રમાં જમવા ગયા. આ અન્નક્ષેત્રમાં કોઈ શેઠ તરફથી વીસ-પચીસ દંડીસ્વામીઓને એક ટાઇમ જમાડવામાં આવતા. કોઈના મરણથી કે કોઈના પ્રવાસથી એકાદ જગ્યા ખાલી પડે તો તેમાં ગોઠવાઈ જવા કેટલાય દંડીસ્વામીઓ તૈયાર રહેતા. તે તો જમવા ગયા. પણ જતાં જતાં મને ત્રણ- ચાર ઘર બતાવતા ગયા. ઇધર સે ભિક્ષા લે આના.... ઔર દેખો... ઇન ઘરોં સે ભિક્ષા નહીં લેના....' કેટલાંય ભિક્ષા લેવા યોગ્ય ઘરો બતાવ્યાં અને કેટલાંય ...Read More

11

મારા અનુભવો - ભાગ 11

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 11શિર્ષક:- સસૂર પગલા હૈ ક્યા ?લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…11.. પગલા હૈ ક્યા ? " સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.સંસ્કૃત ભણવાની તીવ્ર ઉત્કંઠા છતાં કોઈ પાઠશાળાનું પગથિયું પણ જોયા વિના નિરાશ થઈને હું કાશીથી વિદાય થયો. હવે મારી આશાનું કેન્દ્ર બેલુડ મઠ હતો. મારા પ્રેરણામૂર્તિ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવની ભૂમિ. સ્વામી વિવેકાનંદજીની ભૂમિ બંગાળની. એ શક્તિશાળી ધરતી, જ્યાંથી અસંખ્ય નરરત્નો પેદા થયાં હતાં. અહીં મને અવશ્ય કોઈ સદ્ગુરુ મળી રહેશે એવી આશા મારામાં હતી.કાશીથી હું રઘુનાથપુર આવ્યો. મારા ખ્યાલ પ્રમાણે બિહાર શરૂ થઈ ગયું હતું. અહીંનો એક પ્રસંગ જાણવા જેવો છે. રેલવેની નજીક જ એક ...Read More

12

મારા અનુભવો - ભાગ 12

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 12શિર્ષક:- બેલુડલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…12.. "બેલુડ"માણસોની શક્તિને કરનાર બે તત્ત્વો છેઃ એક, લક્ષ્ય પ્રત્યે તીવ્ર ઝંખના અને બીજું, સ્પર્ધા. જીવનમાં જો આ બે વસ્તુઓ ન હોય તો શક્તિશાળી માણસ પણ પોતાની શક્તિનો ઉપયોગ પૂરેપૂરો નહિ કરી શકે. સ્પર્ધા કેટલીક વાર દ્વેષમૂલક અથવા અહંકારમૂલક પણ થઈ જતી હોય છે. એવી સ્થિતિમાં સ્પર્ધક હાનિ પહોંચાડીને સ્વયં હાનિ ઉઠાવવાનાં કામ પણ કરી બેસતો હોય છે. પણ જો ઊર્ધ્વગતિપ્રેરક લક્ષ્ય જીવનમાં સ્થિર થયું હોય તો વ્યક્તિ આપોઆપ ઉન્નત માર્ગે ચાલ્યા કરશે. વ્યક્તિને લક્ષ્યહીનતાવાળું જીવન ન મળે. લક્ષ્યહીનતા માણસને કઠોર માર્ગે ચાલતા ...Read More

13

મારા અનુભવો - ભાગ 13

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 13શિર્ષક:- માસી મળીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…13.. "માસી નિરાશા કરતાં પણ બેલુડની નિરાશાએ મને ભારે ધક્કો આપ્યો. મને થવા લાગ્યું હતું કે મારામાં જ કાંઈક ખામી છે. હું મારી જ ખામીઓને જાણી શકતો ન હતો એટલે દુઃખી થતો હતો તેવું મને લાગ્યા કરતું. વારંવાર હું મારું નિરીક્ષણ કરતો અને વિચારતો, મારે શું કરવું જોઈએ ? કાંચનકામિની વાળી વાતને છોડી દેવી જોઈએ ?' શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો તો કરોડોની સંસ્થા ચલાવે છે. કાંચનનો ત્યાગ તો માત્ર રામકૃષ્ણદેવ સુધી જ રહ્યો. તે પછી તો લક્ષ્મીના વિપુલ ઢગલાઓનાં માનવતાવાદી કાર્યોમાં સંન્યાસીઓ લાગી ગયા. ...Read More

14

મારા અનુભવો - ભાગ 14

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 14શિર્ષક:- ખરો અકિંચન થયો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…14 અકિંચન થયો.." જમીને હું ફરી પાછો પેલા બગીચામાં આવ્યો. કલકત્તામાં રહું ત્યાં સુધી જમવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી. આ દેશમાં આવાં અસંખ્ય નાનાંમોટાં અન્નક્ષેત્રો ચાલી રહ્યાં છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચાલતાં આ અન્નક્ષેત્રો અંતે તો માનવતાવાદી કાર્ય જ કરી રહ્યાં છે. તેમાં કેટલાક અંશે દુરુપયોગ પણ થતો હશે. પણ તેથી શું ? એવું કર્યું કામ છે જેમાં કશો જ દુરુપયોગ ન થતો હોય ? પાંચ-દશ ટકા દુરુપયોગ તરફ જ જે લોકો દૃષ્ટિ રાખ્યા કરે છે, તે કદી પણ કોઈ સારું ...Read More

15

મારા અનુભવો - ભાગ 15

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 15શિર્ષક:- તાંત્રિકોની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…15 "તાંત્રિકોની વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું. ભારતમાં જે પ્રકારની ફિલસૂફી વિકસાવાઈ છે તેમાં જવાબદારીથી છટકીને, માત્ર ઉદરભરી જીવન જીવવાને જીવનમુક્તિ ગણાવી છે. આવા માણસો પૂજ્ય – અતિપૂજ્ય થઈ જાય છે. આવી અકર્મણ્ય અને જવાબદારીહીન વ્યક્તિ કરતાં, સમાજનાં સુખસગવડો તથા વિકાસનાં કાર્યો માટે ઝઝૂમનાર કાર્યકર્તા ઘણો ઉત્તમ ...Read More

16

મારા અનુભવો - ભાગ 16

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 16શિર્ષક:- હવે આત્મહત્યા નહીં કરુંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતનું બેસ્ટ સેલર અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…16 . "હવે આત્મહત્યા નહિ કરું." જન્મવું એ મોટે ભાગે એક સુખદ ઘટના ગણાય છે, પણ મરવું એ દુઃખદ ઘટના ગણાય છે. ‘મોટા ભાગે’ શબ્દ એટલા માટે છે કે કેટલાકનું જન્મવું સુખદ નથી હોતું – તેમના પોતાના માટે, તથા કોઈ વાર બીજાના માટે પણ. એક પાંચ વર્ષની બાળા બળાત્કારનો ભોગ બનીને પ્રાણ ગુમાવે તેના જન્મને સુખદ કેમ કહેવાય ? કદાચ તે ના જન્મી હોત તો જ વધુ સારું હતું. આવી જ રીતે કેટલાંકનાં મૃત્યુ પણ કોઈ વાર ...Read More

17

મારા અનુભવો - ભાગ 17

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 17શિર્ષક:- આભાર ઠાકુરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…17 "આમાર ઠાકુર." મને થયું કે હવે કલક્તા છોડી દેવું જોઈએ. કોઈને કાંઈ પણ કહ્યા વિના જ એક દિવસ વહેલી સવારે હું જીટી રોડ ઉપર ચાલી નીકળ્યો. કલકત્તા પાર કરતાં જ મને ત્રણ કલાક લાગ્યા. પછી શરૂ થયાં તેનાં પરાં હું પગપાળો જ ધૂનમાં ને ધૂનમાં ચાલતો હતો. માર્ગની બન્ને તરફ મકાનો જ મકાનો કોઈ ખાલી જગ્યા જ ન દેખાય ચાલ ચાલ કરતો જ રહ્યો. સવારથી કાંઈ જ ખાધું ન હતું અને આવી રીતે ચાલ ચાલ કરનારને ઊભા રાખીને કોણ જમવાની ...Read More

18

મારા અનુભવો - ભાગ 18

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 18શિર્ષક:- ફરી ફોલ્લા પડ્યાંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી . "ફરી ફોલ્લા પડ્યા." પ્રત્યેક કદમ જ્યાં મુસીબતોનાં કઠણ ચડાણ ઉપર જ મૂકવાનું હોય ત્યાં સુખ-શાન્તિનો દમ કેવી રીતે લેવાય ?ચાલતાં ચાલતાં ફરી પાછા મારા પગમાં ફોલ્લા ઊપસી આવ્યા હતા. ઉઘાડા પગ, જી.ટી. રોડ અને ધૂનમાં ને ધૂનમાં આંખો નીચી રાખીને હું ચાલ ચાલ કરું. પરિણામ આવીને ઊભું રહ્યું. બન્ને પગમાં એક જ જગ્યાએ ફરી પાછા ત્રણ અને બે ફોલ્લા ઊપસી આવ્યા. દિવસ આથમવાને દોઢ-બે કલાકની વાર હતી. હવે ચલાતું ન હતું. એક એક ડગલું સિસકારા બોલાવી જતું હતું. શું ...Read More

19

મારા અનુભવો - ભાગ 19

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…19 . બીજા દિવસે સવારે સ્નાન-સંધ્યા વગેરે થયું અને પેલા મહાત્મા આવી ગયા. તેઓ વારંવાર ડમરુ વગાડતા હતા, જેથી સૌ કોઈને તેમના આગમનની ખબર પડી જાય. મને કહે કે, ચાલો જમી લઈએ.' તેમની વિધવા શિષ્યાને ત્યાં જમીને અમે બન્ને દશ વાગ્યે એકસાથે ભદ્રેશ્વર જવા ચાલી નીકળ્યા.ફરી પાછો એ જ જી.ટી રોડ પકડ્યો. પેલા ડમરુવાળા સાધુ માર્ગમાં આવતી દુકાનો, ઘરો તથા ચાલીઓમાં પૈસો-પૈસો ઉઘરાવે. ડમરુ વગાડે, જોરજોરથી કોઈ વાર બંગાળીમાં કોઈ વાર હિન્દીમાં કાંઈક બોલે અને પૈસા લઈને ચાલે. તેમની આ પ્રક્રિયા પૂરી ...Read More

20

મારા અનુભવો - ભાગ 20

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…20 . કોઈ પણ ધર્મનું વાસ્તવિક મૂલ્યાંકન ત્રણ રીતે કરી શકાયઃ 1. શાસ્ત્રોના સિદ્ધાંતો (માન્યતાઓ) દ્વારા2. ધર્મસ્થાનોની વ્યવસ્થા દ્વારા 3. ઉત્સવો દ્વારા.મોટા ભાગે શાસ્ત્રો વાંચીને ધાર્મિક માન્યતાઓ જાણી શકાતી હોય છે. વિશ્વના કોઈ પણ ધર્મનાં શાસ્ત્રો વાંચીને જ પ્રભાવિત થઈ જનાર પૂરી વાસ્તવિકતાને પામી શકતો નથી. ઘણી વાર ઉત્તમ સિદ્ધાંતોવાળા ધર્મો, હીન આચારો તથા હીન કર્મકાંડોમાં રચ્યાપચ્યા રહેતા જોઈ શકાય છે. બીજાની વાત જવા દો, ગીતા વાંચીને પ્રભાવિત થનાર કોઈ પરદેશી અહીં આવે અને આપણાં ધર્મસ્થાનો જુએ તો ગંદકી, ધક્કામુક્કી, છેતરપિંડી અને ...Read More

21

મારા અનુભવો - ભાગ 21

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 21શિર્ષક:- ઠકુરોસે મરવાવે સાલેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.ખૂબ જ ટૂંકા ગાળામાં આ ધારાવાહિકને પસંદ કરી એ બદલ આભાર. હું અગાઉ કહી ચૂકી છું એમ કે શ્રી સ્વામી સચ્ચિદાનંદજીનુ આ પુસ્તક એમનાં જ અનુયાયી પાસે પરવાનગી સાથે એક પણ શબ્દનો ફેરફાર કર્યા વગર રજુ કરું છું.આ પુસ્તક પૂર્ણ થયાં બાદ એમનાં અન્ય બે પુસ્તકો પણ રજુ કરીશ. આભાર. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…21. "ઠકુરોસે મરવાવે સાલે"કુંભમેળાની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ.અલ્લાહાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો. મને ખૂબ તાવ ચડ્યો હતો, એટલે ચુપચાપ ...Read More

22

મારા અનુભવો - ભાગ 22

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 22શિર્ષક:- બ્રહ્મચર્યદીક્ષાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…22. ગંગાજીની રેતીમાં અડધો ઇંચ જાડી લોખંડની પ્લેટો દ્વારા બનાવેલી સડક ઉપર ચાલીને હું સાંજે કુંભમેળાના લગભગ બીજા છેડે, ગંગાજીના ઊંચા કિનારા ઉપર સ્થિત ચેતનદેવ કુટિયા પહોંચ્યો. બાજુમાં જ સાધુબેલા આશ્રમ, ગંગેશ્વરનંદજી, હંસદેવજી તથા અન્ય ઉદાસીન સંપ્રદાયના મહંતોના પણ આશ્રમો હતા. આમાંથી મોટા ભાગના સંતોનું કાર્યક્ષેત્ર સિન્ધ-પંજાબમાં હતું. ગુરુ નાનકદેવના પુત્ર દ્વારા પ્રચલિત આ સંપ્રદાયને પંજાબમાં અકાલી શીખોના ઝનૂનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેમનાં ધર્મસ્થાનોમાં ગુરુગ્રંથ સાહેબને પણ પૂજ્ય સ્થાન મળતું. ગુરુગ્રંથ સાહેબ જ્યાં હોય તે બધાં સ્થાનો શીખોનાં ...Read More

23

મારા અનુભવો - ભાગ 23

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 23શિર્ષક:- ધર્માનંદ ચાલ્યા ગયા.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ ભાગ રજૂ કરવા જ્યારે એનું લખાણ શોધતી હતી ત્યારે અન્ય એક સમાચાર જાણવા મળ્યા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પગ લપસતાં પડી ગયા હતા. એમની સારવાર અમદાવાદઃ ખાતે ચાલી રહી હતી.સ્વામીજીનાં ત્મમમ ગ્રુપમાં શેર કરાયેલ સંદેશ હું આપ સૌ સાથે શેર કરું છું અને સ્વામીજી હંમેશા સ્વસ્થ રહે એવી પ્રભુ પ્રાર્થના.પ.પૂજય મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ [ પદ્મભૂષણશ્રી ] શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જવાથી જમણાં પગમાં ફ્રેકચર થવાથી અમદાવાદમાં SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ ) માં દાખલ કરવામાં આવ્યા હતાં. ...Read More

24

મારા અનુભવો - ભાગ 24

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…24. એટલે પ્રકાશ, ઉચ્ચ જીવન માટેનું પ્રેરણાબળ, શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા શક્તિહીન વ્યક્તિઓનું શોષણ રોકાવનારું નિયંત્રક બળ. જો એમાંથી કાંઈ પણ પ્રાપ્ત ન થતું હોય તો, ધર્મ માનવજીવનને ગૂંગળાવનારું અને લડાવી મારનારું અનિષ્ટ પણ થઈ જતું હોય છે. ધર્મના નામે જેટલા કલહ થયા તેટલા પૈસાના માટે નથી થયા. ધનકલહ શમાવી દેવો કઠિન નથી હોતો, પણ ધાર્મિક ઉન્માદને સમાવવો અત્યંત કઠિન હોય છે. ધર્મપ્રચારના નામે મોટા ભાગે પ્રચારકો સંકીર્ણતા તથા અમાનવતાનો પ્રચાર કરતા હોય છે. મારો વિશ્વાસ છે કે જ્યાં ધર્મપ્રચારકો પહોંચ્યા નથી ...Read More

25

મારા અનુભવો - ભાગ 25

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 25શિર્ષક:- હતાશાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…25. જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે સ્વામીજી સાથેની આ કુંભમેળાની ઘટના વાંચી હશે. હવે આગળ વાંચીએ.બહુ જ ગમગીનીમાં કુંભમેળો પૂરો થયો. સૌ વીખરાવા લાગ્યાં. અમે પણ ટ્રેન દ્વારા સ્વામીજીના આશ્રમે પાછા ફરી રહ્યા હતા. સાથે એક-બે ગૃહસ્થકુટુંબ પણ હતાં. માર્ગમાં રતલામ સ્ટેશને અમારો અતિ વધુ પડતો સામાન જોઈને ચેકરે વજન કરવા માગ્યું. તેમાં ઝઘડો થયો. સ્વામીજીની ઉગ્રતા ફરી પારો વટાવી ગઈ. પોતાની શિષ્યાને એક ચપ્પુ આપવા જણાવી તે ચેકરઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયા. શિષ્યાએ ચપ્પુ ન આપ્યું એટલે સારું ...Read More

26

મારા અનુભવો - ભાગ 26

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 26શિર્ષક:- ધર્મપ્રચારલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…26. ઉત્સાહ રહે તો સારું પણ કોઈ ઉત્સાહ ભંગ થવાય અને તેમાંથી વિષાદ જન્મે તોપણ તેમાંથી કોઈ ગીતાનું પ્રાગટ્ય થઈ શકે. કાર્યની અક્ષમતાથી આવનારી નિષ્ફળતા કરતાં વૈચારિક વિસંવાદથી થનારી વિષાદવૃત્તિનાં પરિણામ જુદાં હોય છે. વૈચારિક વિસંવાદિતામાં ચિંતનની જાગૃતિ હોય છે. જાગ્રત ચિંતન પ્રાચીન માન્યતાઓનું પુનિરીક્ષણ કર્યા કરતું હોય છે. આ પુનર્નિરીક્ષણ નવીન પ્રકાશ માટેની ભૂમિકા સર્જતું હોય છે. ધર્માંધ કે મતાંધ માણસો આવી ભૂમિકાથી વંચિત રહી જતા હોય છે. ચારે તરફ હજારો સૂર્યો પ્રકાશિત થઈ રહ્યા હોય પણ તેમના અંદર બખ્તરબંધ ...Read More

27

મારા અનુભવો - ભાગ 27

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 27શિર્ષક:- તાંત્રિક સામે.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી સામે."જીવનની મૂળશક્તિ લક્ષ્યપૂર્ણ આશા છે. અન્ન વિના તથા પૈસા વિના પણ માણસ અશક્ત થઈ જાય છે. પણ લક્ષ્ય વિનાનો માણસ તો સાવ અશક્ત થઈ જતો હોય છે. મને નવું લક્ષ્ય મળ્યું હતું, ધર્મપ્રચારનું. હવે મને મારું પોતાનું ભારરૂપપણું લાગતું ન હતું. ગાંધીજીએ ગામડાંઓમાં કાર્ય કરવાનું કહેલું એટલે હું પણ ગામડાંઓમાં વિચરણ કરતો, માર્ગ પણ પૂછતો નહિ કોઈ ગામ તો આવશે ને ? જે આવશે તે જ મારું કાર્યક્ષેત્ર, પૈસાનો લોભ હતો નહિ. માત્ર અન્નવસ્ત્રના બદલામાં કાંઈક કરી છૂટવાની આત્મવૃત્તિ માત્ર ...Read More

28

મારા અનુભવો - ભાગ 28

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 28શિર્ષક:- સાચા સંતલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપોતાના આ આખાય પુસ્તકમાં સ્વ અનુભવને સ્વામીજીએ જીવનની ઘણી બધી વાસ્તવિકતાઓ છતી કરી. દેશમાં ઘણાં બધાં સાધુ સંતો થઈ ગયા અને થતા રહ્યા છે. પણ એક સાચા સંત થવું એ બધાને માટે શક્ય નથી. અમુક લોકો તો એવા પણ મળે છે જીવનમાં કે જેમણે સંન્યાસ નથી લીધો, સંસારી જીવન વિતાવે છે, પરંતુ મનથી એક સંતને પણ શરમાવે એટલાં પવિત્ર હોય છે અને એક સંત જેવું જ જીવન વિતાવે છે. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…28 ."સાચા સંત."પાટડીથી પગે ચાલીને બજાણા ગયો. અહીં દશ દિવસ ધર્મપ્રચાર કર્યો. ...Read More

29

મારા અનુભવો - ભાગ 29

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 29શિર્ષક:- ઝડપી લીધોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી પ્રકરણઃ…29 ."ઝડપી લીધો"ફરતો ફરતો હું અંબાજી આવ્યો. અંબાજીમાં મારાં કુળદેવી હતાં. કુલાચાર પ્રમાણે પ્રથમ ખોળાના પુત્રની અહીં બાબરી ઉતરાવવામાં આવતી. આબુરોડથી પગપાળા ચાલતાં ચાલતાં હું અંબાજી પહોંચ્યો. ચોમાસું શરૂ થઈ ગયું હતું. એટલે વરસતા વરસાદમાં પણ હું ચાલતો રહેતો. બે-ત્રણ દિવસ રહીને પગે ચાલતો દાંતા ગયો. અહીં કથા કરવાની ઇચ્છા થઈ. મંદિરમાં સગવડ પણ સારી હતી. લોકોનો ભાવ પણ ખૂબ હતો. પણ લગભગ સાંભળનાર શ્રોતાવર્ગ માત્ર બહેનોનો હતો. તે પણ બ્રાહ્મણ બહેનો તેમના પતિઓ અંબાજીમાં ગોરપદું કે દુકાનનું કામ કરતા. ...Read More

30

મારા અનુભવો - ભાગ 30

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 30શિર્ષક:- ખાધા સાટે કથાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી પ્રકરણઃ30 ."ખાધા સાટે કથા"જેણે ભ્રમણ નથી કર્યું તેણે કાંઈ જ કર્યું નથી. ભ્રમણ પણ માત્ર પ્રભુવિશ્વાસે કરવાનું થાય ત્યારે તમારી ચારે તરફ અનુભવો જ અનુભવો આવી જતા હોય છે. ઘરના ખૂણામાં પુરાઈ રહેનારને દુનિયાની શી ખબર ? દુનિયાનાં દર્શન તો વિપત્તિમાં થતાં હોય છે, સંપત્તિમાં નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે સંપત્તિ મેળવી શકતા નથી પણ આપણે ધારીએ તો વિપત્તિ તો મેળવી જ શકીએ. જાણી કરીને વિપત્તિઓને આમંત્રણ આપનારને કોઈ ડાહ્યો માણસ ન કહે. ડહાપણ તો પોતાની સુખસગવડને સાચવવામાં તથા વધારવામાં ...Read More

31

મારા અનુભવો - ભાગ 31

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 31શિર્ષક:- અઢી આનાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી 31. "અઢી આના"જેને આત્મકલ્યાણ કરવું હોય તેના માટે પાંડિત્ય જરૂરી નથી પણ જેને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચાર કરવો હોય તેના માટે યથાસંભવ વિદ્વત્તા જરૂરી છે. ભારતીય સાધુસમાજમાં કદાચ એક ટકો પણ વિદ્વત્તાવાળા નહિ હોય.વિદ્યાપ્રચાર પ્રત્યે અનેક કારણોસર ઉદાસીનતા રહી છે. એટલે જૈન સાધુઓમાં જે એક સમાનરૂપતા જોવાય છે, બૌદ્ધ ભિક્ષુઓમાં પણ ઉપરી સમાન વ્યવહાર દેખાય છે. પાદરીઓમાં પણ સમાન ધ્યેય તથા સમાન આચાર-નિયમ દેખાય છે, તેવું હિન્દુ ધર્મમાં નથી દેખાતું. અહીં અનેક સ્તર, અનેક પ્રકાર તથા અનેક આચાર જોઈ શકાય છે. ...Read More

32

મારા અનુભવો - ભાગ 32

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 32શિર્ષક:- ભણવાનું છોડી દીધુંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી પ્રકરણઃ 32. "ભણવાનું છોડી દીધું."બીજા જ દિવસથી સંસ્કૃત ભણવાનું શરૂ થઈ ગયું. શ્રોતમુનિ આશ્રમમાં પાઠશાળાની પણ વ્યવસ્થા હતી પણ ખાસ વિદ્યાર્થીઓ ભણતા દેખાતા નહિ. એક વિદ્વાન મને લઘુકૌમુદીનાં સુત્રો કંઠસ્થ કરવા શુદ્ધ ઉચ્ચાર કરીને પાઠ આપતા. સામાન્ય રીતે પંચ સંધિ કંઠસ્થ થયા પછી જ વ્યાકરણ સાધવાનું શરૂ થતું હોય છે. અને પંચસંધિ યાદ કરતાં ઓછામાં ઓછા પંદર દિવસ તો લાગે જ. ઈશ્વરની કૃપાથી છ-સાત દિવસમાં જ મેં પંચસંધિ કંઠસ્થ કરી લીધી હતી. મારી ગતિ જોઇને કેટલાકને લાગતું હતું કે હું ...Read More

33

મારા અનુભવો - ભાગ 33

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 33શિર્ષક:- સ્વામી માત્રાનંદજીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી 33. "સ્વામી માત્રાનંદજી"હીરા અને રત્નોને જો ધરતી ઉપરથી મેળવી શકાતાં હોત તો તેમનું મૂલ્ય ન રહ્યું હોત. ધરતી ઉપર ઘણા ઊંડા પેટાળમાંથી ઘણું ખોદકામ કર્યુ પછી કદાચ તેમની પ્રાપ્તિ થાય છે. માટી દૂર કરવા તથા પથ્થરોને દૂર કરવા કોદાળીના કેટલાય ટચકા મારવા પડતા હોય છે. માટી અને પથ્થરોને દૂર કરવાની સાધના જ સાધના છે. તેનાથી થાકી જનારા કે ધીરજ ખોઈ બેસનાર હીરાના અધિકારી નથી થઈ શકતા હોતા. જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ, હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્ત્વની છે. પછી તે ...Read More

34

મારા અનુભવો - ભાગ 34

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 34શિર્ષક:- કસાઈ સાથેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી 34. "કસાઇ સાથે."સ્વામી માત્રાનંદજીનું આરોગ્ય કથળ્યું. તેમને રામકૃષ્ણ મિશનમાં દાખલ કરવા પડ્યા .ત્યારે મિશનપરમહંસથી દૂર હતું. તેમની દેખરેખ રાખવા તથા સેવા કરવા હું સાથે રહ્યો. હરિભજનદાસ અવારનવાર ખબર લઈ જતા અમારા ત્રણેની સ્થિતિ સાવ શૂન્ય જેવી હતી. વૃંદાવનમાં કેટલાક શ્રીમંત શેઠિયાઓ સાધુસંતોને સારું દાન કરતા, પણ મોટા ભાગે તેનો લાભ ધૂર્ત ઠગ, દંભી અને ગુંડા જેવા સંતવેશધારી લોકો લઈ લેતા. દાનની પ્રસિદ્ધિ મેળવ્યા પછી નબળા માણસોને અટકાવવા કઠિન થઈ જતું હોય છે. ઘન તો ગુપ્ત જ સારું. સાધુ વર્ગમાં, તેમાં ...Read More

35

મારા અનુભવો - ભાગ 35

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 35શિર્ષક:- વાડકો વેચ્યોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી 35. "વાડકો વેચ્યો."વૃંદાવનના નિવાસકાળની થોડી વાતો લખવા જેવી છે. એટલે ફરી પાછા ભૂતકાળમાં જઈશું.સ્વામીજી બીરગિરિજીએ મને થોડા જ દિવસમાં એક રૂમ રહેવા આપ્યો. એક મહિને એક રૂપિયાની પ્રાપ્તિ થઈ, તેમાંથી પેલા ‘લઘુકકૌમુદી'ના અઢી આના ચૂકવી દીધા તે આગળ નોંધ્યું છે. બાકીના પૈસામાંથી કેરોસીન, નાની દીવડી અને દીવાસળી લાવ્યો, જેથી રાત્રે ભણી શકાય. ખાસ કરીને સાંજે દીવાનો ઉપયોગ ન કરતો. કોઈ માર્ગ ઉપરની લાઇટ દ્વારા ભણી લેતો, પણ પરોઢિયે દીવાનો ઉપયોગ કરતો. જો બન્ને સમય દીવાનો ઉપયોગ કરું તો કેરોસીન વપરાઈ ...Read More

36

મારા અનુભવો - ભાગ 36

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 36શિર્ષક:- સાધુ-છોકરો ભગાડ્યો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી 36. "સાધુ-છોકરો ભગાડ્યો."માત્ર હિન્દુ ધર્મમાં જ નહિ, જ્યાં જ્યાં સાધુ થવાની પ્રક્રિયા અસ્તિત્વ ધરાવે છે, ત્યાં ત્યાં સાધુ થવાનાં કારણો તથા પ્રકારો સરખાં જોવા મળે છે. શાસ્ત્રીય પ્રકારનો કોઈ વૈરાગ્ય થાય અને ઘરસંસારમાં મન ન લાગે એટલે તેવી વ્યક્તિ સાધુ થાય. તીવ્ર વૈરાગ્યથી સાધુ થયેલી વ્યક્તિ પણ જીવનભર વૈરાગ્યવાન રહી શકશે તેની કોઈ ખાતરી ન કહેવાય. કારણ કે મનના ભાવો તથા બુદ્ધિના નિર્ણયો ક્યારે પલટો ખાશે તે કહી શકાય નહિ. છતાં પણ સાધુ થવા માટે એક માત્ર પ્રબળ કારણ વૈરાગ્યને ...Read More

37

મારા અનુભવો - ભાગ 37

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 37શિર્ષક:- મહેનત નકામી ગઇ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીજરા વિચારો! તમે કોઈક કાર્ય ઘણી મહેનત કરી છે. દિવસ રાત એક કરીને કામ કર્યું છે, અને સફળતા મળશે જ એવો તમને વિશ્વાસ છે. બની શકે કે ખરેખર સફળતા મળે જ! બસ, ખાલી એક ક્ષણ માટે કલ્પના કરો કે તમે નિષ્ફળ ગયા! શું થયું? હચમચી ગયા ને? થાય ક્યારેક. કરેલી મહેનત નકામી ય જાય. પણ એનાથી નાસીપાસ થવાની જરુર નથી. આવો જ એક મહેનત પાણીમાં જતી રહે એ પ્રકારનો કિસ્સો સ્વામીજીએ આ પ્રકરણમાં ચર્ચા માટે લીધો છે. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 37."મહેનત નકામી ...Read More

38

મારા અનુભવો - ભાગ 38

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 38શિર્ષક:- બકરું વાઘ બન્યું.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી પ્રકરણઃ 38."બકરું વાઘ બન્યું."આ પ્રકરણ શરુ કરવા પહેલાં હું મારા તરફથી કંઈક લખવા માંગું છું. આ પ્રકરણ જ્યારે રજૂ કરવા માટે માહિતિ કૉપી કરી રહી હતી એ જ સમયે સ્વામીજીની જે ટેલીગ્રામ ચેનલ છે એનાં પર જાણવા મળ્યું કે સ્વામીજી આજ રોજ દંતાલી ખાતે એમનાં આશ્રમમાં બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમમાં વ્યસ્ત છે.અગાઉથી જ આ બાબતે બધાંને જાણ કરવામાં આવે છે. જેમને આ નોટબુક જોઈતી હોય એમણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ માટે એમણે આગલા ધોરણનું પાસ થયાનું વાર્ષિક પરિણામ ...Read More