પરંપરા કે પ્રગતિ?

(3)
  • 2.5k
  • 0
  • 948

ચારકી ગામમાં રહેતા પાત્રો: * જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે. * યમુના: જાનકીની વૃદ્ધ અને સ્વાર્થી સાસુ. * જેન્સી: જાનકીની મોટી દીકરી, જે સુંદર અને ટેલેન્ટેડ છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને સંગીતનો શોખ છે. * હિતેન: જાનકીનો તામસી સ્વભાવનો દીકરો, જે ભણતો નથી અને નાના-મોટા કામ કરે છે. * પ્રિયા: જાનકીની નાની દીકરી, જે કોલેજમાં ભણે છે અને પૈસા તથા મોજશોખ પાછળ દોડે છે. * નિમેષ: જેન્સીનો મંગેતર, જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. * રૂડીબેન: નિમેષની રૂઢિવાદી અને શંકાશીલ માતા. * વિવેક: જેન્સીનો કોલેજનો મિત્ર.

1

પરંપરા કે પ્રગતિ? - 1

ચારકી ગામમાં રહેતા પાત્રો: જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે. યમુના: જાનકીની વૃદ્ધ અને સ્વાર્થી સાસુ. જેન્સી: જાનકીની મોટી દીકરી, જે સુંદર અને ટેલેન્ટેડ છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને સંગીતનો શોખ છે. હિતેન: જાનકીનો તામસી સ્વભાવનો દીકરો, જે ભણતો નથી અને નાના-મોટા કામ કરે છે. પ્રિયા: જાનકીની નાની દીકરી, જે કોલેજમાં ભણે છે અને પૈસા તથા મોજશોખ પાછળ દોડે છે. નિમેષ: જેન્સીનો મંગેતર, જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. રૂડીબેન: નિમેષની રૂઢિવાદી અને શંકાશીલ માતા. વિવેક: જેન્સીનો કોલેજનો મિત્ર.શહેર ...Read More

2

પરંપરા કે પ્રગતિ? - 2

આપણે વાર્તામાં આગળ જોયું કે જેન્સી કોલેજમાં સંગીતની પ્રેક્ટિસ કરતી હોય છે.પ્રિયા કોલેજ એ પહોંચે છે પણ તેને અંદર આપતા નથી,કારણકે પ્રિયા પાસે ફંક્શનનો એન્ટ્રી પાસ નથી.પ્રિયા થોડીક વાર વાટ જુએ છે કે કોઈ જેન્સીનું ફ્રેન્ડ કે ક્લાસમેટ મળી જાય તો તેને અંદર જવા મળશે.આ બાજુ જેન્સીના પ્રોફોર્મન્સનો વારો આવે છે. જેન્સી અને તેના મિત્રો ખૂબ જ સરસ પર્ફોર્મન્સ આપે છે. જેન્સી તેના સુંદર અને મીઠા મધુર સ્વરથી બધાને મોહિત કરી લે છે. બધા તેની પ્રશંસા કરે છે.ત્યાં ફંકશનમાં આવેલા એક ચીફ ગેસ્ટને જેન્સીનો અવાજ અને તેનું લુક અને એટીટ્યુડ અને પર્ફોર્મન્સ પસંદ આવી જાય છે,એટલે બધી જાણકારી કાઢવાનું ...Read More

3

પરંપરા કે પ્રગતિ? - 3

આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદી યમુના બંને ટ્રેન પકડીને મુંબઈ સ્ટેશન પર પહોંચે છે.યમુના અને પ્રિયા નીકળીને પન્નાને ફોન કરે છે.પન્નાબહેન કહે છે, "તમે સ્ટેશનની બહાર નીકળશો એટલે એક લાંબી કાળી વેન ઊભી હશે, તેમાં બેસી જાવ. ડ્રાઇવરનું નામ યાદવ છે, તે બ્લેક સૂટમાં ઊભો હશે. તેને મારું નામ કહેશો એટલે તમને અહીં ઘર સુધી લઈ આવશે."પ્રિયા બહાર નીકળતા એક તરફ જુએ છે તો એક કાળી વાન ઊભી હતી અને તેની બહાર બે બ્લેક સૂટવાળા માણસો હતા. પ્રિયા તે માણસ પાસે જાય છે અને પન્નાનું ...Read More