માણસ, માન્યતા અને રહસ્ય

(16)
  • 5.8k
  • 0
  • 2.4k

એક વખત મંદિર માં એક છોકરો ભગવાન સાથે કંઈક આશ્ચર્ય ચકિત વાતો કરી રહ્યો હતો , તે ભગવાન સમક્ષ બોલતો હતો કે - " હે ભગવાન ! મને એ નથી સમજાતું કે , લોકો કેમ મારા પર હસતા હસે અને એ લોકો કહે છે કે હું અહીં કઈ પણ કરવા માટે સક્ષમ નથી, હું જાણું છું કે ઘણા મહાપુરુષો ના મત મુજબ બધાથી અલગ હોવું એ એક સારી બાબત છે ; પરંતુ મારા માટે તો એક ભયાનક અહેસાસ છે , મને કોઈ સમજી શકતું નથી ,પરંતુ હું બધાને સમજી જાવ છું , એમને વિચારો ને ઓળખી જાવ છું , હું હંમેશા લોકો ની મદદ કરું છું , ભલે પછી એ લોકો જરૂરિયાત સમયે મારી મદદ કરે કે ન કરે , હું ને આપ બંને જાણીએ છીએ કે ઘણા લોકો દોસ્તી ના નામ પર મારા ગુણો નો ઉપયોગ કરે છે ને કામ થયા બાદ તો એ લોકો મને યાદ પણ નથી કરતા.

1

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1

અર્જુન વિષાદયોગ તો બધા ને ખબર જ હશે ને ? , જેમ શ્રીમદ્ ભગવદગીતા માં જેમ અર્જુન ભગવાન સમક્ષ મૂંઝવણો રજૂ કરે , બસ એમ જ આ વાર્તા નું મુખ્ય પાત્ર ભગવાન સમક્ષ પોતાની વાતો રજૂ કરે છે , તે ભગવાન પાસે કઈ માગતો નથી , બસ પોતાની વાતો ભગવાન ને જણાવે છે , કેમ કે જેને તે મળ્યું છે એમાં તેને સંતોષ છે , અહીં સંતોષ સાથે ભગવાન પર ભરોસો રાખવો એ વાત રજૂ કરેલ છે ...Read More

2

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 2

ભાગ 2 : ઊંડી વિચારમાળાછોકરો જ્યારે પહોચ્યો ત્યારે તે પેલી છોકરી વિશે વિચારવા લાગ્યો.- અચાનક તે આવી, મારી ભગવાન વાત સાંભળી, મને સલાહ આપી અને ગાયબ થઈ ગઈ, પણ ક્યાં ? મારા ખ્યાલ થી તો તેણી એ સાચું જ કહ્યું થોડીક સ્વર્થીપણું જરૂરી તો છે, તેણીએ સારી સલાહ આપી, હું જાણું છું કે હું કેવો ગુસ્સા વાળો છું અને હું મારો બનતો પ્રયાસ કરીશ કે હું પિતાને બદલી શકું ને ગુસ્સા માં કાબુ રાખું , પણ મને હજી એ આશંકા છે કે તે અચાનક કેમ ગાયબ થઈ ગઈ, મારે હજી તેને ઘણું પૂછવું હતું.છોકરો તો જાણે ઊંડા વિચારો માં ...Read More

3

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 3

ભાગ 3 : SK નો પરિચયઊંડી વિચારમાળા દરમિયાન અચાનક છોકરા નો ફોન વાગ્યો"હેલ્લો, મારે તારી જરૂર છે , ખૂબ મોટી ઈમરજન્સી છે ,હું ડેવિન બોલું છું, સાંભળ, મે એક સેમિનાર વિદ્યાર્થીઓ માટે બોલાવ્યો હતો , એમાં મુખ્ય વક્તા અમુક કારણોસર અનુપસ્થિત રહેશે , જેની જાણ મને અત્યારે થઈ , જો સેમિનાર નહીં થાય તો વિધાર્થીઓ હોબાળો મચાવી દેશે, તો તારે અહીં આવીને વક્તા બનવાનું છે. હું જાણું છું તું મને ના નહિ કહે, તો આપણે સભાખંડ માં મળીએ હું તને સરનામું મોકલી આપું છું "ફોન કપાયો અને પેલો છોકરો વિચારે છે કે - વાહ કેવા મિત્રો છે મારા !થોડા ...Read More

4

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 4

ભાગ 4: ઓફિસ નું રહસ્યઘરે આવ્યા પછી SK ને થયું કે મારે હવે ખેરખર બદલવાની જરૂર છે.તે દિવસ પછી, ઓફીસે જવા નીકળે છે કે જ્યાં તે તાલીમ માટે જોડાયો હતો તેના મિત્રો પણ ત્યાં તાલીમ લઈ રહ્યા હતા.અચાનક તે એક એવો અનુભવ કરે છે કે જે અનુભવ તેને મંદિર માં થયેલ પેલી ઘટના વખતે થયો હતો. તે ત્યારે જ પેલી છોકરી ને જોવે છે કે જે મંદિર માં મળી હતી. છોકરી તેની પાસે આવે છે અને કહે છે, " મે તમને જોયા હતા, તમે ખૂબ વિખ્યાત મોટીવેશનલ સ્પીકર છો, મે સેમિનાર માં તમારી સ્પીચ સાંભળી હતી , તે ખરેખર ...Read More

5

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 5

ભાગ 5 : SK ની નબળાઈ - પ્રચંડ ક્રોધSK એક હકીકત બન્ને વિશે જાણતો હતો, જો શીન અને તવંશ હકીકત નો પર્દાફાશ થઈ જાય તો લગભગ બંનેની બધી વિખ્યતતા ચાલી જાય, પણ આમ છતાં SK તેવું કરતો નહોતો.શીન ખૂબ જ ગુસ્સે હતો કેમ કે તાલિમ- અધિકારી એ તેને અને તવંશ ને છોકરીઓ વચ્ચે ગુસ્સા માં કહી દીધું અને SK તથા હેપીન ના વખાણ કર્યા, તેના લીધે તેને SK ની ઈર્ષ્યા થઈ, એટલે તે એવું વિચારતો હતો કે મારે છોકરીઓ વચ્ચે જ SK ની આબરૂ કાઢવી જોશે અને તેને મારાથી નીચો સાબિત કરવો પડશે.બપોર ના લંચ બ્રેક દરમિયાન જ્યારે SK ...Read More

6

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 6

ભાગ 6 SK: એક સજજનમુખ્ય અધિકારી ત્યાં આવ્યા અને જોયું તો શીન નીચે લોબી પર બેભાન પડ્યો હતો અને SK ની વાત સાંભળી કે " આને હોસ્પિટલ લઈ જાઓ " મુખ્ય અધિકારી એ અત્યંત ક્રોધ માં ઉભેલા SK તરફ જોયું અને કહ્યું કે -આ તારી નબળાઈ છે SK, તારે આ નબળાઈને દૂર કરવી પડશે .તે વધુ કંઈ ના બોલ્યા, પરંતુ શીન તરફ જોઈ ને કહ્યું કે, " આ છોકરો હવે ક્યારે સુધરશે ? ચાલો હવે આને હોસ્પિટલ માં લઇ જઇએ "ઊર્જા એક તરફ ઊભી રહીને બધું નિરીક્ષણ કરી રહી હતી. તેને લાગ્યું કે હું તો SK ને સજજન માણસ ...Read More

7

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 7

ભાગ 7 : રહસ્યો નો ભેદઊર્જા SK વિશે શું કામ જાણવા માગતી હતી એની કઈ ખબર નહોતી, અચાનક કેમ આટલું બધું જાણવા માટે ઉત્સુક થઈ ગઈ હશે ?ઓફિસે થી ઘરે આવીને ઊર્જા એ એક ફોન કર્યો -" હેલ્લો ! હું ઊર્જા, મને લાગે છે તે પેલો જ માણસ છે, જેની આપણે ખોજ માં હતા, એના વિશે માહિતી મળવી ખૂબ અઘરી છે, અહી કોઈ એના વિશે નથી જાણતું "સામેથી અવાજ આવ્યો -" તું ગમે એમ કરીને એના વિશે બધુ મને જણાવ, એ માણસ ખૂબ જ જરૂરી છે મારા માટે "ફોન કપાયો, ઊર્જા વિચાર માં જ હતી અને ફરી તેને મંદિર ...Read More