લાખો શીકાયતો અને શિકવા છે તારા પ્રત્યે,
તો પણ મને તારી એ બકવાસ વાતો ગમે છે.
જ્યારે જ્યારે પણ આ લાગણીશૂન્ય હ્રદય દ્રવી ઉઠે છે,
ન જાણે હોઠો પર તારું જ નામ રણકી ઉઠે છે.
દૂર થઈશું એવા વિચાર માત્રથી જ આ દિલમાં,
તારી એક પ્રોમિસ પણ અલગ ઊર્જા આપી દે છે.
હું નથી જાણતો કે આપડે બંને શું છીએ એકબીજા માટે,
પણ બસ મને તો તારો જ સાથ જોઈએ છે.
ભલે તારી રાહ અને મંઝિલ જે પણ હોય,
પણ મને તો હરહમેશ તારો ખીલતો ચહેરો જોઈએ છે.
આવે ભલે પહાડ તેવી મુશ્કેલી જીવનમાં,
એક અધૂરો જીવ માંઝી બનવા માટે તત્પર જ છે.
ન ભરાય તેવો છે ખાલીપો તારા વગર જીવનમાં,
શાયદ પૂનમના 'ચંદ્ર' પાછળ અંધારું પણ આનું જ છે.
- ચંદ્ર પટેલ