Free Gujarati Jokes Quotes by Harsh Pandya | 111073780

#AJ #AJJaini #AJDevanshi

માતૃભારતીના જ અનોખા અને પોતીકા ગુજરાતી ઈ-મેગેઝીન 'હું ગુજરાતી' માં 'કૌતુક કથા' કરતા આ પાપી કાગડાએ જે-તે વખતે ઉત્તરાયણ સ્પેશિયલ લેખ લખેલો.એ લેખ જરા ફેરફાર સાથે, સાંપ્રત પ્રવાહને ભેળવીને લખાયો છે. એન્જોય. :)મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે. તમને સૌને ‘હું ગુજરાતી’ ના પાપી કાગડાની હેપ્પી પતંગ-ચગાવ અને ખુશીયાં-લૂંટાવ મકરસંક્રાંતિ. આપણે સહુએ વર્ષ ૨૦૧૪ માં આપણા ભારત દેશના આકાશમાં બહુ મોટા બદલાવ જોયા. એક નવી જ હવા- નવી જ લહેર જોવા મળી જે છેલ્લા એક દાયકાથી જોવા નહોતી મળી. એટલે આ વખતે થોડા અલગ ટાઇપના પતંગોની વાત માંડીશું.અધ્યક્ષ પતંગ:સામાન્ય રીતે આ પતંગ એકદમ ફોકસ્ડ રીતે સ્થિર રહે છે.પણ ક્યારેક ક્યારેક એના પર બીજાના ધાબે લબુકવાની ટેવ હોવાના આક્ષેપો ય થતા રહેતા હોય છે. તેમાં ય ખાસ કરીને ઉત્તર ભારતમાં અનુકુળ હવામાં તો એ બહુ દૂઉઉર સુધી ઉડે છે અને બીજા બધાના પતંગ કાપીને એ અજેય રીતે ચગ્યા કરે છે.સામાજિક ન્યાય પતંગ:આ પતંગ આજકાલ બધાને લુંટી લેવો બહુ ગમે છે પણ ચગાવવો કોઈને ગમતો નથી કેમકે એમાં ઠુમકા બહુ મારવા પડે છે અને પોતાની શક્તિ વપરાય છે. આ પતંગ ચગાવવા માટે બહુ ટેકનીકની જરૂર નથી. બસ બે-પાંચ થીગડા મારી દો અને એના ફોટા છાપાંમાં છપાવી દો, એટલે આ પતંગ ઉડવા માટે તૈયાર થઇ જાય છે. આ પતંગ ઉડાડવો આજકાલ ફેશન બનતું જાય છે.સેક્યુલર પતંગ:આ પતંગ જરા વધુ પડતા બેલેન્સથી જ ચગે છે. એને ચગાવનારની તટસ્થતા મપાયા પછી જ એ પતંગ પોતે ઉડવાનું પસંદ કરે છે. તમે આડેધડ રીતે આ પતંગ ચગાવી ન શકો કેમકે સહેજ સરખો ઘસરકો પડતાની સાથે જ ‘પતંગ હક બચાવ એસોસીએશન'ના હોદ્દેદાર પતંગો તમારી પર કેસો ઠોકી દેશે અને તમારા પર પંચ નીમાશે કે આખિર યે ઘસરકા પડા કૈસે? કહીં યે બદલા લેનેકી કોશિશ તો નહીં? ટાઈપના કોશ્ચન તમને પૂછવામાં આવશે,માટે આ પતંગને જરા સંભલ કે ચગાવવા પડતા હૈ!!વિવેચક પતંગ:આ પતંગની પહેલાના સમયમાં સમાજમાં, સાહિત્યમાં અને શિક્ષણમાં બહુ બોલ એવમ બાલા હતી. પરંતુ, આ પતંગે જ્યાં-ત્યાં ઘુસ મારીને પોતાની અણીથી ઘણા નવા પતંગોની અણી તોડી નાંખી હતી. એ પછી ગમતા પતંગોને જ પતંગ તરીકેની માન્યતા આપવા માંડેલા આ પતંગે પછી ઉંચી ઉડાન ભરી જ નહીં.હવે હાલ એ છે કે આ પતંગ હમણાં હમણાં પાછો સક્રીય થયો છે. આજકાલ ફેસબુક અને ટ્વીટર પર આ પતંગ છાશવારે ઉડાઉડ કરે છે. નવી ફિલ્મ હોય કે પુસ્તક, આ પતંગ ચગાવનારા લોકોને આ પતંગને થોડીવાર પુરતો ઉડતો જોઇને પોતાનો પતંગ ચગાવી મારવાની બહુ લાલચ થઇ આવે છે.પણ એ લોકોને એ ખબર નથી હોતી કે આ પતંગને ઉડવા માટે એરકુલરનો ફેન વપરાયો હોય છે, જે થોડીવાર જ હવા આપી શકે છે.વાહ વાહ પતંગ:આ પતંગ મુખ્યત્વે ફેસબુક અને ઇંસ્ટાગ્રામ માં બહુ જોવા મળે છે. દરેક નવા ગલકા (પોસ્ટ, ફોટું) માટે આ પતંગ તરત ઉડાન ભરે છે અને તરત ઉતરી પણ જાય છે. જનરલી આ પતંગના માલિકોને બહુ ટાઇમ હોતો નથી એટલે થોડીવાર જ ચગે છે. પરંતુ, કોઇ બાલિકા કે કન્યાના કેસમાં એક પતંગમાંથી અનેક પતંગ થતાં વાર લાગતી નથી.અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, (લોકલાગણીને માન આપીને)

સાહેબ પતંગ:આ પતંગ મે-2014 થી ઉંચે ને ઉંચે ઉડ્યા કરે છે અને આખા ભારતમાં ઉડતો રહ્યો છે. આખી દુનિયા આ પતંગની ઉડાન જોઇ રહી છે જેમાંના એક તમે પણ છો માય લોર્ડ. :)

View More   Gujarati Jokes | Gujarati Stories