Mohan (IT'S NOT A TALK BUT A QUEST)
વાત નથી આ શોધ છે.
પાણી નહી તરસ શોધુ છું, પ્રેમ નહી વિશ્વાસ શોધુ છું ,
જે છે જ એની શોધ જ બહું મોટી ભુલ છે મારી,
હે મોહન હું સત્ય નહી અસત્ય શોઘુ છું.
નથી આ વાત એ પરીસ્થીતીઓની જેમાં તમે જીવ્યા,
નથી આ વાત કરેલા કર્મોની કે નથી આ શોધ તમારા ચમત્કારોની,
નથી આ વાત તમારા જન્મની કે નથી આ શોધ તમારા મરણની,
આ શોધ તો છે એ શક્તિની જે હતી જ.....હા જે હતી જ.......
આ શોધ તો છે એ અવસ્થાને સમજવાની જેમાં રહીને તમે બંન્ને જીવ્યા.
કેમ ચલાવ્યો ચરખો અને કેમ ચલાવ્યું ચક્ર એના કારણો જાણવાનાં મોહને મુકુ છું.
હું આ ચક્ર અને ચરખા પાછળની શક્તિને શોધું છું.
નથી કરવી સત્યાગ્રહની વાત કે નથી કરવી કુરુક્ષેત્રની વાત,
મરીને (અહીંસા) અને મારીને (હિંસા) બંન્ને રીતે ધર્મ સમજાવ્યો,
ધર્મ માટે મરવાની અને મારવાની વાતોથી દુર તારા સમજેલા એ સાસ્વત ધર્મને જ શોધું છું.
સત્તા અને સંપત્તિ આ બે પાછળ તો દુનિયા છે પાગલ,
શોધ છે એ સમજની જેણે આ સત્તા અને સંપત્તિના મોહને તારાથી દુર રાખ્યા.
લાકડીના સહારે ને વાંસળીને સૂરે બધી જ આત્મા સુધી પહોચ્યા,
એવા આ બંન્ને મોહનમાં રહેલી અદ્રેત રુપી શક્તિને અનુભવી શકું એવી પ્રાથના.....
- ચિરાગ કાકડિયા