બની છે કિંમતી એ ક્ષણ જ્યારે
નિહાળી અમી તુજ નયનો ની

છે હૃદય મારું તુજ પ્રેમ થી તૃપ્ત
જ્યા વસી રહ્યા છો આપ્ ગુપ્ત

જીવન નું મહામૂલ્ય રત્ન પ્રેમ એ
મહાસાગર નો પાર પામ્યો તુજ સંગ

ને બન્યું કિંમતી મુજ જીવન
પામી તુજ સંગ પ્રીત પાવન

છે ચેતન મુજ દેહ માં
રહું જોગણ તુજ પ્રેમ માં

બન્યા છે કિંમતી મુજ શ્વાસોશ્વાસ
કે આવે અવસર હોઉં હું તુજ પાસ

કિંમત ના આંકશો મારા ક્રિષ્નની
એ અમૂલ્ય પ્રેમ મહાસાગર ની



#કિંમતી

Gujarati Song by Purvi : 111463488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now