આજ તો કંઈક એવું થયું
જાણે મને એણે પ્રપોઝ કર્યું !
હું ડરતી રહી કે દ્વાર બંધ છે
ને ઓતરાદું એણે એક છિદ્ર કર્યું !
ધૂણીનો હતો ભ્રમ મને
પણ એણે સામું પુષ્પ ધર્યું
નજરે નખની શિખા પડી
અવિરત રક્ત આબાદ ઠર્યું
એ પહેલાં કે નીરખું મુખ
રાત્રિએ પડખું ફર્યું
આજ તો કંઈક એવું થયું
જાણે મને એણે પ્રપોઝ કર્યું...!
--'યાદ'