એ કરાવે, જે કરાવે,
એ કરવું.
કોઈ વ્યક્તી, કે નસીબનું કારણ ન ધરવું.
પાછળ કેટલા ધક્કા વાગ્યા, ને કેટલીવાર પડ્યો, એ મારો વિષય નથી,
આગળ ખાડો હોય, ટેકરો હોય કે હોય ખાઈ,
પ્રસન્ન મને આગળ વધવું એજ મારુ કામ.
મને રસ્તો એણે આપ્યો છે, તો મંઝીલ પણ એજ આપશે,
હા, એના પરનો
વિશ્વાસ ઓછો નહીં થવા દઉં,
એ જ્યારે પણ માપશે.
-Shailesh Joshi