સુવાસ પ્રસરાવી...
આજે સપનામાં ફરી આવી,
મારી નિદ્રાઓને જગાવી...!
મારી લાગણીઓને મહેકાવી,
આજ ફરી રંગીન બનાવી...!
મારા શબ્દોની ગાંઠ બનાવી,
મહેકતી હવાઓમાં સજાવી...!
ચહેરાના સ્મિતને હોઠે લગાવી,
આંખોમાં ગહેરાઈ છુપાવી...!
ક્યાંક હૃદયના તાર લગાવી,
ધડકનને આઝાદ કરાવી...!
અહેસાસને ગળે મિલાવી,
જીવનને નવો બાગ બનાવી...!
મુજમાં ફરી એક પુષ્પ ખીલવી,
ઈશ્ક રંગની સુવાસ પ્રસરાવી...!