મારી રચનાને દ્વિતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકા વનિતા બેન મણુંદ્રાજી નો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏. તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏

ગુજરાતી રસધારા (પદ્ય)
શબ્દ - "શૈલી"
શીર્ષક - "નનામી સીડી છેલ્લી છે, એ જિંદગી"

જીવન જીવવાની મારી અલગ શૈલી છે, એ જિંદગી;
બધી માથાકૂટ અલમારી અંદર મેલી છે, એ જિંદગી;

હાર મળી કે મળી હોય જીત એ તો અલગ વાત છે,
દુઃખ સુખની હર બાઝી દિલથી ખેલી છે, એ જિંદગી;

ભવસાગરમાં આવ્યાં છીએ તો, તૂફાનો આવવાના જ;
હિંમત કરી પણ એ આફતોને મેં ઠેલી છે, એ જિંદગી;

આવી હતી જીવનપથ પર એવી એ ઘણી પરિસ્થિતિ,
જેને હસતાં તો ક્યારેક રડતાં મેં જેલી છે, એ જિંદગી;

સાપ-સીડી સમાન ઘણા ઉતાર ચઢાવ આવ્યા "વ્યોમ"
હવે બસ નનામી જ વધી સીડી છેલ્લી છે, એ જિંદગી;


✍️© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111814322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now