સૌનું કરો કલ્યાણ હો દયાળુ પ્રભુ 
સૌનું કરો કલ્યાણ હો દયાળુ પભુ
માણસ પશુ પંખીની સાથે, જીવજંતુનું તમામ …ટેક 
જગતના વાસી સૌ સુખ ભોગવે, આનંદ આઠો જામ ;
દુનિયામાં દુષ્કાળ પડે નહીં, લડે નહીં કોઈ ગામ …સૌનું ૧
પોતપોતાના ધર્મ પ્રમાણે સૌ ભજે ભગવાન 
દયાળુ પ્રભુ ……..સૌનું ૨
સર્વે જગે સુખકારી વધે ને,વળી વધે ધન ધાન,
કોઇ કોઇનું બૂરું ન ઈચ્છે સૌનું સમાન… 
        દયાળુ પ્રભુ ……………સૌનું ૩
🙏.          🧘.          🙏
 - Umakant