પહેલાનો સમાજ પુરુષ પ્રધાન હતો..પુરુષો ઈચ્છતા હતા કે મહિલાઓ એની ગુલામી કરે અને જેવું તે ઇચ્છે એજ કરે.. એટલે પુરૂષોએ એક શબ્દ કાઢ્યો કે પતિ પરમેશ્વર છે..જેથી મહિલાઓ ચુપચાપ પરમેશ્વરના અત્યાચાર સહન કરે અને પોતાની સાથે થતાં અન્યાય સહન કરીને પણ પતિ પરમેશ્વરની પૂજા કરતી રહે.. પણ ધીમે ધીમે સમય બદલાયો જેમાં ખુદ ઘણા એવા ભણેલા ગણેલા પુરુષો થય ગયા જેમણે મહિલાઓને સમજાવ્યું કે તમે લોકો પગની ધુળ બનીને રહેવાનું નહીં પણ ગૌરવ સાથે જીવવ જીવવાનો અધિકાર ધરાવો છો...એટલે સ્ત્રી અને પુરુષ બંને એક સમાન જ છે કેમકે જ્યાંથી પુરુષ જન્મ્યો છે સ્ત્રીનો જન્મ પણ ત્યાંથી જ છે તો એમાં એક પરમેશ્વર ને બીજું પગની ધુળ તો ન જ હોય...ઘણા લોકો કહે છે હવેની સ્ત્રીમાં સહનશક્તિ નથી.. એવું નથી સહનશક્તિ તો આજે પણ છે...પણ હવે સ્ત્રીઓની સમજશક્તિ વધી ગઈ છે..જેમાં પહેલાની સ્ત્રીઓમાં સહનશક્તિ તો હતી પણ સમજશક્તિ બિલકુલ ન હતી.. હવે સ્ત્રીઓ સમજી ગય છે કે ઘરેલુ હિંસાનો શિકાર બનીને રહેવું ગૌરવની વાત નથી.. અત્યાચાર સહીને પણ હસવું શાબાશી ની વાત નથી...હવે સ્ત્રીઓ સમજી ગય છે કે આ દુનિયામાં કોઈજ પરમેશ્વર નથી