"સચ્ચાઈ જાણવા છતાં પણ"
- કૌશિક દવે
જ્યારે એને ખબર પડી કે બે ટંકની રોટીથી કંઈ થવાનું નથી. જીવવા માટે ધન જોઈએ.આ દુનિયામાં ધન વૈભવ હોય તો બધા આજુબાજુ ફરતા રહે છે અને માનપાન આપે છે.
હા.. જીવવા માટે બે ટંકની રોટી અને દાલ જોઈએ પણ શું એ પૂરતું જ છે! થોડું ધન જોઈએ.
પછી એણે જીવનના સમીકરણો બદલવા માંડ્યા. સચ્ચાઈનો રસ્તો છોડીને એણે અપ્રમાણિક બનીને ધન વૈભવ મેળવ્યા.
પણ જીંદગીના અંતિમ પડાવ પર જોયું કે હવે ઘરમાં એની કિંમત ઘટતી જાય છે. સંતાનો બેફામ બનીને ધનનો વ્યય કરે છે.
આખરે એને ખબર પડી કે જીવનમાં સંતોષ જરૂરી છે અને પ્રમાણિકતા..
પણ મોડું થઈ ગયું હતું.
સંતાનોએ બધી સંપત્તિ પોતાના નામે કરાવી દીધી અને એને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી દીધો.
ડોસો કચ કચ બહુ કરે છે અને કંજૂસ છે.
પણ સમય વહી ગયો. સચ્ચાઈ ખબર પડી પણ બહુ મોડું થઈ ગયું હતું.
આપણું જીવન પણ એવું જ છે.
આપણે જાણતા હોવા છતાં આપણે ખોટા માર્ગે આગળ વધીએ છીએ તેમજ ખોટાં અને અપ્રમાણિક માણસોને સાથ આપીએ છીએ. પછી આપણે એ બાબતે પોતે સાચા છે એવું માનતા હોય છે.
સચ્ચાઈ જાણતા હોવા છતાં પણ આપણે સચ્ચાઈથી દૂર ભાગીએ છીએ.
કારણકે આપણે બધાના પ્રિય બનવા માંગીએ છીએ.
સચ્ચાઈ એ કડવી હોય છે અને અપ્રમાણિકતા ગુલાબ જાંબુ જેવી મીઠી..
જે બધાને મીઠાસ ગમતી હોય છે. અપ્રિય બનવું નથી.
આ બધું કળયુગમાં ચાલ્યા કરે એવું માનનારા ભૂલી જાય છે કે આપણા કર્મો જ સતયુગ અને કળયુગ લાવે છે.
શું આપણે સચ્ચાઈના માર્ગે જવા તૈયાર છીએ?
પ્રતિભાવ આપવો ફરજિયાત નથી પણ આપણે આપણા દિલને પૂછીએ પછી નક્કી કરો કે ભવિષ્યમાં શું કરવું છે? મોડું કંઈ થયું નથી. જાગ્યા ત્યારથી સવાર..
મનોમંથન કરો તો તમને ઝેર પણ મળશે તેમજ અમૃત પણ. શું ઝેર છે અને શું અમૃત છે એ આપણે પોતે નક્કી કરવાનું છે.
- કૌશિક દવે