માણસને જોઈએ વધારે એને એ કંઈ મળતું નથી,
હાથમાં જે મળ્યું છે તેનું મૂલ્ય એને કંઈ ભાસતું નથી,
સપનાઓના ભાર નીચે શ્વાસ પણ ભારે બન્યો છે,
અપેક્ષાઓના ભારથી આ મન કદી હળવું થતું નથી,
દૂર દૂર સુધી શોધે છે સુખ રેતીના પાકાં મકાનોમાં,
પોતાની અંદરના પ્રકાશને એ ઝળહળાવતો નથી,
સમય સરકી જાય છે મુઠ્ઠીમાં રહેલી રેતી સમો,
પછી રઝળી ગયેલી પળો કંઈ પાછી મળતી નથી,
થોડો ઊભો રહી જોઈ લે પોતાના મનની અંદર,
બહાર જે શોધે છે એ બહાર ક્યાંય મળતું નથી,
થોડી ઇચ્છાઓ પણ છોડે ત્યારે સમજાશે જીવન,
સંતોષ વિના આ જગતમાં કોઈ સુખ ટકતું નથી.
મનોજ નાવડીયા
#manojnavadiyapoetry #kavita #poem #manojnavadiya #manojnavadiyabooks #life #lifelessons #nature #universe #knowyourself #goodvibes #doggod