ક્ષણમાં દરવાજો ખોલ્યો ને ક્ષણમાં કર્યો બંધ
લાગણીભર્યા સંબંધને કરીએ છીએ શું આપણે?
અહમની દિવાલ ચણી બેઠા છીએ આપણે
વિશ્વાસ તૂટ્યો છે સંબંધ રાખવા કર્યું શું આપણે?
@કૌશિક દવે
મન થયું છે સાંકડું, વારંવાર રિસાઈ ગયા આપણે
વ્હાલના વાવેતર પલમાં કરમાઈ ગયા આપણે
ખુદના સ્વાર્થમાં ખોવાયેલા રહ્યા છીએ આપણે
પછી ગુમાવી દેશું' પોતાના ' કહેવાનો હક્ક આપણે
આમ જ ચાલશે જિંદગી? પોતાના કોને કહેશું આપણે?
સાથ વિનાનો શૂન્યાવકાશ ને કહીશું આવા છીએ જિંદગીમાં આપણે?
પલમાં રિસાઈ જવાનું ને પલમાં તો મનાવવાનું
ખુલ્લા રાખવા દરવાજા ને સંબંધ જાળવી લેશું આપણે?
લાગતું નથી છતાં કરવો જોઈએ પ્રયાસ આપણે
શાયદ સમાધાન કરી લેવાના છીએ આપણે
- કૌશિક દવે
- Kaushik Dave