આક્રમણ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

આક્રમણ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful આક્રમણ quote can lift spirits and rekindle determination. આક્રમણ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

આક્રમણ bites

આક્રમણ કરવાનું છે બેરોજગારી ને
નાથવાનું

આક્રમણ કરવાનું છે ભારત બહારની વસ્તુ નો ઉપયોગ કરવાનું

આક્રમણ કરવાનું છે યુવાધન ને બરબાદ કરતી એપ્લિકેશન નો ઉપયોગ બંધ કરવાનું

આક્રમણ કરવાનું છે આ ભારત દેશ ફરીથી સોને કી ચીડિયા બને એના વિરોધીનું

આક્રમણ કરવાનું છે દેશ ને બરબાદ કરતા લોકો ને સાથ આપવાનું



#આક્રમણ
#આક્રમણ

કોરોના #આક્રમણ

બોલાવે છે પણ જવાનું નહીં...

બોલાવે છે પણ જવાનું નહીં
આ કોરોના છે ત્યાં જવાનું નહીં

બહાર જાઓ તોય માસ્ક પહેરી ને જ
ખુલ્લા મો એ નીકળી પડવાનું નહીં

મળે એ બધાં ને નમસ્કાર જ કરવાનાં
હાથ મળવાના કે ગળે મળવાનું નહીં

કાંઇ પણ કરતાં પહેલાં હાથ ધોવાના
ગમે ત્યાં ગમે તેને અડકી જવાનું નહીં

સમય મળ્યો છે યોગ્ય ઉપયોગ કરવાનો
કાંઇક નવું કરવાનું કંટાળી જવાનું નહીં

યોગ, પ્રાણાયામ ને કસરત કરવાનાં
લડવાનું કોરોના થી ડરી જવાનું નહીં

યુદ્ધ આ સામાજિક દુરી થી લડવાનું છે
આમાં ક્યાંય કોઇએ ટોળે વળવાનું નહીં

ડૉક્ટર,પોલીસ જેવાં યોદ્ધાઓનો સાથ આપો
આપણાં જ રક્ષકો સાથે લડી પડવાનું નહીં

ઇતિહાસ સાક્ષી છે ભારતનાં ભવ્ય વિજયોનો
ના ભારત ક'દી ક્યાંય હાર્યું છે ને હારવાનુંય નહીં

બોલાવે છે પણ જવાનું નહીં
આ કોરોના છે ત્યાં જવાનું નહીં

- યોગેશ બી. ઠક્કર 😊

સામાજિક દુરી = Social distancing
યોદ્ધા = (corona) warriors

કોરોના #આક્રમણ
corona #attack
कोरोना #आक्रमण
#આક્રમણ

શબ્દો નું #આક્રમણ બોવ કર્યું તમે.

અને સંબંધો ની દિવાલો ઊભી કરી તમે.

પણ નથી અફસોસ હવે.

કેમકે આ સંબંધ ને તમારો મારા પ્રત્યે પ્રેમ માની લીધો હવે.

kp rocks

#આક્રમણ
ગરણીમાં લાગણીઓ ગાળી સંક્રમણ કરવાનું રહેવા દે,
ચાસણીમાં શબ્દો ઝબોળી આક્રમણ કરવાનું રહેવા દે.!

આક્રમણ
જેવું લગ-ભગ કંઈ હોતું નથી.
કેમકે
આપણને કે આપણાં વિચારોને, આપણી નજીકના લોકો જ્યારે સમજી શકતા નથી, કે પછી સમજવા માંગતા નથી
ત્યારે
એવા વ્યક્તિની અજ્ઞાનતા કે અહમ વાળા સ્વભાવને કારણે
એ વ્યક્તિના ભવિષ્યમાં થનાર અહિતને
આપણે જોઈ શકીએ છીએ, જ્યારે તે વ્યક્તી જોઈ શકતી નથી, કે પછી તે પોતાની જાતને આપણાં કરતા વધારે હોંશિયાર છે, તેવા ભ્રમને કારણે
એનાં દિમાગ પર કે એની આંખો પર એક અહંમનો પડદો પડી જાય છે.
ત્યારે
આપણે આપણાં લાગણીશીલ સ્વભાવને આધીન થઈને પણ
એવા વ્યક્તિને, જે તે ખોટા રસ્તે જતો રોકવા
મજબૂર થઈને પણ, થોડા કડવા વચનો, કે તેનાં સારા ભવિષ્ય માટે આકરા પગલાં લેવા તૈયાર થઈએ
ત્યારે સામેવાળા વ્યક્તિને, આપણે આકરા કે આક્રમક લાગીએ છીએ.
એ સમયે સામેવાળાને આપણે જેટલા આક્રમક લાગીએ છીએ, હકીકતમાં એ વ્યક્તી પ્રત્યે આપણને એટલીજ લાગણી હોય છે.

#આક્રમણ

હથીયારની શી ગરજ એને,
શાબ્દિક આક્રમણ કરવું જેને.
ભરત*
#આક્રમણ

આખરે નક્કી કરવા માં આવ્યું કે શ્રિયા ને ટકો કરાવવાનો છે જે બાબતે શ્રિયા અજાણ હતી.
પરંતુ ઘરમાં વાળંદ ના આગમન થી એને અંદેશો થઈ ગયો કે આજે એના વાળ ઉપર આક્રમણ થવાનું જ છે. વાળંદ ને જોતા જ એના ચેહરા પર નો રંગ ઊડી ગયો
તે લપાતી છુપાતી પોતાની મેડી નો દાદરો ચડી ગઈ. બારી ઉપર થી નીચે ભજવાતા દૃશ્ય ને ભાવવિહીન ચેહરે નિહાળતી રહી. આખરે કાર્ય ને અંજામ આપવા એના પિતા મેડી પર થી તેને ઉંચકી લાવ્યા. હૃદય દ્રૂજાવી નાખતા આક્રંદ સાથે એના રેશમી વાળો ની કાપાકૂપી શરૂ થઈ. એનું આક્રંદ જોઈ સારા સારા વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે. આખરે આ કોલાહલ ભર્યા વાતાવરણ નો અંત આવ્યો.
શ્રિયા પોતાને અરીસા માં જોતા જ તેના મમ્મી ને ઠપકો આપી ને કેહતી કે શા માટે મારા વાળ તે કપાવી નાખ્યા. આ દૃશ્ય જોઈ એના પિતા એ પણ નક્કી કર્યું કે પોતે પણ શ્રિયા ની જેમ જ ટકો કરાવશે.

✍️પ્રેમ - આનંદ
#આક્રમણ

જયારે સંબંધો પર કોય બાહરી તત્વો આક્રમણ કરે ને સાહેહ
ત્યારે સંબંધો ની સાચી પરીક્ષા હોય છે
ત્યારે સાચા સંબંધ પરખાય જાય છે અને ખોટા સંબંધો પરથી પળદો ઉઠી જાય છે

--- રૂતુ
#આક્રમણ