આક્રમણ કર્યું તેને નજરથી, કવિતા રચાય છે,
એક દરિયામાં જાણે પુરી, સરિતા બંધાય છે.
બાગમાં થયેલ પ્રથમ મુલાકાતની અસર તો જો,
તોડે છે શિવનું ધનુષ્ય, રામમાં સીતા સમાય છે.
આમ તો છે એ પ્રેમીઓ માટે એક ઉદાહરણ,
કાનો બોલે કુરુક્ષેત્રમાં અને શ્રી ગીતા રચાય છે.
મનોજ કુંવારી યુવતીઓ જણી રહી છે બાળ,
કર્ણ ને નદીમાં વહેતો મૂકતી કુંતા દેખાઈ છે.
મનોજ સંતોકી માનસ
#આક્રમણ