chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

અમુક લોકો બીજાએ બનાવેલી કેદમાં જીવતા હોય છે, કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતે રચેલી કેદમાં જ પુરાયેલા હોય છે. કોઈએ બનાવેલી કેદ કરતાં પોતે સર્જેલી કેદ વધુ ભયંકર હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

તમને તમારી વ્યક્તિનો ચહેરો વાંચતા આવડે છે? જો આવડતું હોય તો માનજો કે તમને દિલની ભાષા ઉકેલતા આવડે છે! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણને ખબર હોય કે કોઈ આપણી વાત માનવાનું નથી ત્યારે ત્યાં વાત કરવા જવી એ અણસમજની નિશાની છે. અણસમજ જ મોટાભાગે ગેરસમજ પેદા કરતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

કોઈ વ્યક્તિ, કોઈ સ્મરણ કે કોઈ ઘટના ત્યાં સુધી જ આપણી સાથે હોય છે જ્યાં સુધી આપણે એના વિચારો કરતા રહીએ છીએ! સુખ આપે એવા વિચારો વાગોળો, વેદના આપે એવા વિચારોને ટાળો!      
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જે માણસ પોતાના દિલની વાત કોઈને કહી શકતો નથી અથવા તો દિલની બધી જ વાત કહી શકાય એવી વ્યક્તિ જેની પાસે નથી એ દુનિયાનો સૌથી દુ:ખી અને કમનસીબ માણસ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જે વ્યક્તિ આપણા વિચારો વાંચી શકતી હોય છે એ જ ખરા અર્થમાં આપણી હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

દરેક માણસ એવું કહીને કંઈ નથી કરતો કે હું આ તારા માટે કરું છું. સાચા સંબંધમાં કોઈ અણસાર ન આવે એવી રીતે ઘણું બધું થતું હોય છે. એનો અણસાર આપણને ઝીલતા આવડવો જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

માણસે પોતાના સુખની ચાવી જ નહીં, દુ:ખની ચાવી પણ કોઈના હાથમાં સોંપવી ન જોઈએ. કોઈ આપણને દુ:ખી કરી ન જાય એની તકેદારી રાખવી એ સુખી રહેવા માટે જરૂરી છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

પ્રેમમાં હોઈએ ત્યારે જો હવામાં અને નશામાં ન હોઈએ તો સમજવું કે કંઈક પ્રોબ્લેમ છે. ક્યારેક કોઈ વાતે નારાજગી કે ઝઘડો થાય એ સ્વાભાવિક છે, પણ સતત જો એવું થાય તો એ સંબંધ વિશે પણ વિચારવું પડે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat