chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણે ક્યારેક બધું આપણા હાથમાં રાખવા ઇચ્છતા હોઈએ છીએ. જિંદગીને સમજવા માટે એ પણ જરૂરી છે કે, જ્યાં સુધી હાથમાં રાખી શકાય એમ હોય ત્યાં સુધી રાખવું અને પછી છોડી દેવું!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જિંદગી સારી અને નરસી ઘટનાઓનો સરવાળો છે. તમને બાદબાકી કરતા આવડવું જોઈએ. શું બાદ કરવાનું છે એ શીખી લેવાનું હોય છે!        
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ભરાઈ ગયેલી પાટીમાં લખાયેલું ભૂંસીએને તો જ નવું લખી શકાય! વાંચવું ગમે એવું ન હોય એને ભૂંસીને પાટી કોરી કરી દો. નવું લખવા જેવું જિંદગીમાં કંઈ ઓછું નથી હોતું!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જે વ્યક્તિને છૂટા પડતા ન આવડતું હોય એ વ્યક્તિ સારી રીતે મળી શકતી નથી. માણસનો ગ્રેસ એ કેવી રીતે મળે છે એનાથી નહીં, પણ કેવી રીતે છૂટા પડે છે એનાથી મપાતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જિંદગીની ઘટનાઓમાંથી અમુક ભૂલી જવા જેવી હોય છે. ડિલીટ મારવા જેવી ઘટનાઓ ઉપર ચોકડી મૂકતા આવડવું જોઈએ. સ્મરણો પણ સુખ અને દુ:ખ માટે જવાબદાર હોય છે. અમુક ખરાબ યાદોને ખંખેરવી પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધો વળાંક લેતા હોય છે. હાથની રેખાઓ પણ ક્યાં એકદમ સીધી હોય છે?   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

વાત ન થાય એટલે યાદ નથી કરતા એવું દરેક વખતે હોતું નથી. સાચા સંબંધો કોઈ વાત કે વર્તનના મહોતાજ નથી હોતા, એ એક અલૌકિક ધરી પર જિવાતા હોય છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધો સુખ આપવા જોઈએ. દિલથી નજીક હોય એ ગમે એટલા દૂર હોય તો પણ તેની સાથેની સંવેદના એવી ને એવી તરોતાજા રહેવી જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

દરેક માણસે પોતાની અપેક્ષાઓ ઉપર નજર રાખવી જોઈએ. અપેક્ષાના કારણે માણસ પોતે પણ દુ:ખી થાય છે અને અપેક્ષાઓ જતાવીને પોતાની વ્યક્તિને પણ દુ:ખી કરતો રહે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat