chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

સત્ય સામે જ્યારે સવાલો થાય છે ત્યારે જવાબમાં જૂઠ બોલવાની શરૂઆત થતી હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

 ઇમોશનને ઇન્વેસ્ટમેન્ટ સમજો તો પણ એ વળતર આપે જ એવી તમન્ના ન રાખો. આપણી સંવેદના આપણી છે. એને ખૂટવા ન દેવી એ આપણા હાથની વાત છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

પોતાની જાતને છેતરતા હોય એ પોતાને જ રોજ થોડા થોડા વેતરતા હોય છે! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જો તમારી પાસે લોકો હંમેશાં વ્યક્ત થવા કે ખાલી થવા આવતાં હોય તો જરા વિચાર કરજો કે, હું કોઈના માટે ‘ડસ્ટબિન’ છું કે ‘ગાર્ડન’ છું?
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધને સાત્ત્વિક અને સહજ રાખવા માટે એ પણ જરૂરી છે કે, આપણે આપણી વ્યક્તિને સાચું બોલવાની મોકળાશ આપીએ. એને સત્ય બોલતા ડર ન લાગે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જેની સાથે  દરરોજ વાત થતી હોય, મેસેજીસની આપ-લે થતી હોય અને અવાજ સાંભળવાની ઉત્સુકતા હોય એ વ્યક્તિ દૂર થઈ જાય ત્યારે ઇચ્છાઓની લાશ આપણે આપણા હાથે બાળવી પડતી હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

કોનું કામ કરવામાં તમને મજા આવે છે? એને સાચવી રાખજો. જિંદગીમાં અપવાદ જેવા લોકો બહુ ઓછા હોય છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

તમારું અસત્ય કદાચ ક્યારેય ન પકડાય તોયે એક વાત યાદ રાખજો કે, તમે સાચા થઈ જતા નથી! ન પકડાયેલું અસત્ય ક્યારેય સત્ય બની જ શકે નહીં! લોકોને તમે છેતરી શકો, પણ પોતાની જાતનું શું?
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

મહત્ત્વ તમારા હોદ્દા અને તમારી પહોંચથી મળે છે. આદર તમારી લાયકાત, તમારા વ્યક્તિત્વ અને તમારી આત્મીયતાથી મળતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat