chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

 એકબીજા પ્રત્યે જે વ્યક્ત થવું જોઈએ એ આપણે આખી દુનિયા સમક્ષ કરવા લાગ્યા છીએ! સ્ટેટસ હવે પ્રેમનો ડિજિટલ પુરાવો બની ગયા છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જિંદગી સામે ફરિયાદ કરીએ ત્યારે આપણે એ ભૂલી જતા હોઇએ છીએ કે, આ તો આપણે આપણી સામે જ ફરિયાદ કરીએ છીએ. એ આખરે તો આપણી જ જિંદગી છે ને? 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સમય ઉપર શ્રદ્ધા રાખો. સમયને પણ સારા સાબિત થવું હોય છે. એ શણગાર સજીને આવે એટલી રાહ તો જુઓ!      
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

અસત્યને ગમે એટલો શણગાર કરીને મૂકીએ તો પણ એ સત્ય જેટલું સ્વરૂપવાન ક્યારેય બની શકતું નથી!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જિંદગીનું અંતિમ સત્ય એ છે કે, પોતાની જાત ઉપર તો ભરોસો ક્યારેય ઓછો ન થવા દેવો. ઘોર અંધારું હોય તો પણ યાદ રાખો કે હવે સૂરજ ઊગવાનો સમય નજીક આવી ગયો છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણી જિંદગીમાં આવનારા બૂરા લોકો પણ આપણને કંઈક શીખવી જતા હોય છે. છેલ્લે એ એટલું તો શીખવે જ છે કે કોનો ભરોસો કરવો અને કોનો ન કરવો! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

માણસ પ્લેઝર કરતાં પેઇનમાંથી વધારે શીખતો હોય છે. આપત્તિ, સંકટ અને ઇમરજન્સી આપણને ક્યારેક એ શીખવવા માટે જ આવતી હોય છે કે આપણામાં એને ઓવરકમ કરવાની આવડત છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સાચું કદાચ થોડુંક અઘરું લાગશે, પણ છેલ્લે એ જ સાચું લાગશે. જે સારું છે એ જ સારું રહે છે. સત્યનો આદર કરો, સત્ય તમને સાચવી લેશે. અસત્ય ઉઘાડા પાડી દેશે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

અંધારું એ વાતની સાબિતી છે કે અજવાળું થવાનું છે. કુદરતની દરેક ક્રિયામાં એક રિધમ છે. 
જિંદગીની પણ એક રિધમ છે. ક્યારેક તો આપણે જેને દુ:ખ માની લેતા હોઈએ છીએ એ નવા સુખની શરૂઆત હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat