chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

અસત્યનો પ્રભાવ એટલો બધો વધી ગયો છે કે આપણે સત્ય ઉપર શંકા કરવા લાગ્યા છીએ! સત્ય પર શંકા ન કરવી એ પણ એક સારો ગુણ છે. કોઈ સાચું બોલતું હોય એનું સન્માન કરવું એ સત્યનો આદર જ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

મોતની જ જે લોકો ચિંતા કરતા રહે છે એ જિંદગી જીવી જ શકતા નથી! નિષ્ફળતાથી જે ડરે છે એ સફળતાની શરૂઆત જ કરતા નથી! વિરહથી જેને ડર લાગે છે એ મિલનને માણી જ શકતા નથી! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધમાં ચડાવ-ઉતાર સ્વાભાવિક છે. સંબંધમાં ક્યારેક ઉતાર આવે એ સમજી શકાય, પણ કાયમ જો ઉતાર જ આવતો હોય તો એ સંબંધ વિશે વિચારવું પડે. જ્યારે એવું લાગે કે આપણે  હવે ‘ઇમોશનલ ડોરમેટ’ બની રહ્યા છીએ ત્યારે કોઈ નિર્ણય પર આવવું પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સત્ય બોલવામાં સાવચેતી ન રાખીએ તો અસત્ય આદત બની જાય છે. ખોટું પકડાય ત્યારે આપણી વ્યક્તિ માટે એ વિશ્વાસઘાત હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણે ભૂલ સુધારવામાં ઘણી વખત મોડું કરીએ છીએ. ભૂલ સુધારવાને બદલે ભૂલનું પોસ્ટમોર્ટમ કરતા રહીએ છીએ. પોસ્ટમોર્ટમમાંથી જે નીકળે છે એ ફરિયાદો, આક્ષેપો અને અફસોસ જ હોય છે. પોસ્ટમોર્ટમથી મરી ગયું હોય એ જીવતું થવાનું જ નથી!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધ જ્યારે સવાલ કરે ત્યારે તેનો જવાબ આપણે જેની સાથે સંબંધ હોય એની પાસેથી નહીં, પણ પોતાની જાત પાસેથી જ મેળવવો પડતો હોય છે.   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણું સત્ય આપણા લોકોને પણ સત્ય બોલવા જ પ્રેરતું હોય છે. સત્યની અપેક્ષા એ જ રાખી શકે જે સત્યને સમજે અને સત્યને સ્વીકારે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ઇમોશન્સ ગજબની ચીજ છે. એ આપણામાં આશાઓ જન્માવે છે. કેટલીક આશાઓ, ઇચ્છાઓ અને અપેક્ષાઓ એવી હોય છે જે આપણે સંતોષી શકતા નથી. આપણી વ્યક્તિ એ પૂરી કરે તેવી ઇચ્છા હોય છે. એ ન થાય ત્યારે વેદના સળવળીને બેઠી થઈ જાય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધમાં ક્યારેક માણસે ‘મૂવ-ઓન’ થવું પડતું હોય છે. કેટલાક સંબંધો લેશન આપવા પણ આવતા હોય છે. એ લેશનમાંથી શું શીખવું, પાસ થવું કે નાપાસ થવું એ આપણે  નક્કી કરવાનું હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat