chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણી વ્યક્તિ જો દૂર થતી હોય એવું લાગે તો એને નજીક લાવવી પડે અથવા તો એની નજીક જવું પડે. દૂરી એટલી વધવા જ ન દો કે એકબીજા સુધી પહોંચવું અઘરું લાગે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આપણા નિર્ણય નિષ્ફળ જાય ત્યારે એને ભૂલ માની લેતા હોઈએ છીએ. નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ ઉપરથી ખબર પડે છે. પરિણામ સારું ન હોય એટલે નિર્ણયને ખોટો ઠરાવી દેવો એ આપણે લીધેલા આપણા નિર્ણયનું જ અપમાન છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દરેકના મનની લિપિ અલગ અલગ હોય છે. મન દરેક વખતે વંચાતું નથી, ક્યારેક વંચાવવું પણ પડે. આપણે સમજતા હોઈએ એ આપણી વ્યક્તિ સમજી જાય એ જરૂરી નથી. મનમાં જે હોય એ મોઢેથી બોલાવવું પણ જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સાચો છાંયો પાંદડાંથી સર્જાતો હોય છે. ડાળીઓનો છાંયો શીતળ ન લાગે. હવાથી પાંદડાં હલતાં હોય છે, ડાળીઓ નહીં. આપણી જિંદગીમાં સંબંધો એ પાંદડાં જેવા છે જે ફરકતા રહે, હવા અને શીતળતા આપતા રહે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

મજબૂરી અને ડરને સંસ્કારનું નામ ન આપી શકાય. આપણે સાચા હોઈએ છતાં જેમ ચાલતું હોય એમ ચાલવા દઈએ એ દરેક વખતે યોગ્ય હોતું નથી. જ્યારે લડવાની જરૂર હોય ત્યારે લડી લેવું પડતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

મૂરઝાયેલું મન ચહેરા પર ઉદાસીના ચાસ પાડી દે છે. તરડાયેલા ચહેરા મરડાયેલા મનનું કારણ હોય છે. મનને મરવા નથી દેતો એ માણસ જ જીવતો, જાગતો અને ધબકતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 ફરિયાદ કરવી હોય તો હજાર કારણો મળી આવશે, સુખી થવું હોય તો એક જ કારણ બસ છે. આપણી પાસે સુખી થવાનાં અનેક કારણો હોય છે, પણ આપણે એની તરફ નજર નથી નાખતા. દુ:ખનું એક કારણ પકડીને બેઠા રહીએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધ સુષુપ્ત થયો હોય તો એક પ્રયાસ કરી જુઓ, સંબંધ સાચો હશે તો સજીવન થયા વગર નહીં જ રહે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જેનું મન મક્કમ છે, જેનું મન મજબૂત છે, જેનું મન સ્વસ્થ છે એ માણસ જ જિંદગીને સાચી રીતે સમજી શકે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes