chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

પ્રેમ તમને લાચાર ન બનાવવો જોઈએ. કેર પણ જેટલી કરવાની હોય એટલી જ કરવી જોઈએ. ઓવર પ્રોટેક્શન કે ઓવર પેમ્પરિંગ માણસને પરાધીન બનાવી દેતા હોય છે. પરાધીન બનાવવા કરતાં સ્વાધીન બનાવવું વધુ જરૂરી છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

કંઈક અહેસાસ માણવા માટે આપણે આંખો કેમ બંધ કરી દઈએ છીએ? કારણ કે આપણે જોવું નથી હોતું, અનુભવવું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ગેરહાજરીમાં પણ હાજરી વર્તાય એ જ સાચી હયાતી છે. સંબંધ ગમે તે હોય દરેકને પોતાની રીતે ખીલવાની મોકળાશ આપવી જોઈએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સાથ એટલો જ આપો, જેટલી જરૂર હોય. ક્યારે ખસી જવું એની સમજ પણ સંબંધોને સજીવન રાખવા માટે જરૂરી છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધોમાં ખુલાસા કરવા પડે ત્યારે સંબંધ થોડોક સંકોચાતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધ જ્યારે બંધનના દાયરામાં આવી જાય છે ત્યારે ગૂંગળામણની શરૂઆત થાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દરેક વખતે હાજર હોવાનો મતલબ કાયમ સાથે કે સામે હોવું નથી થતું. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે એટલું પૂરતું છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સાત્ત્વિક સંબંધો ક્યારેય સુકાતા નથી, એ લીલાછમ જ હોય છે. બસ, એને સીંચતા રહેવાની સજાગતા આપણામાં હોવી જોઈએ!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધો બગડે ત્યારે આપણને આપણો વાંક દેખાતો હોતો જ નથી. વાંક ગમે તેનો હોય, તમને જો તમારા સંબંધની જરાયે પડી હોય તો તમારી જીદને તમારા પર હાવી થવા ન દો. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes