chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણી છાપ, આપણી ઇમેજ, આપણી આબરૂ અને આપણી પ્રતિષ્ઠા માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. ફૂટપટ્ટી કોઈની હોય છે, માપ તો આપણે હોઈએ એટલું જ નીકળવાનું છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

તમારા ગુસ્સાને ગંભીરતાથી લેવામાં ન આવે ત્યારે માનજો કે તમારી ક્યાંક ભૂલ થાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આંખો બંધ રાખીએ તો પછી બધું કાળું જ દેખાય. આંખો ખોલતા નથી એ જ ફરિયાદ કરતા હોય છે કે જગતમાં કંઈ જોવા અને માણવા જેવું નથી.    
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 માણસે પોતાને માનતા, માપતા અને માણતા શીખવું જોઈએ. જ્ઞાન તમને સારી રીતે જીવતા શીખવવું જોઈએ. સત્ત્વ જ આપણને સંત બનાવે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમ છૂટતો હોય છે. દોસ્તી તૂટતી હોય છે. છેડા ફાટતા હોય છે. દિશાઓ બદલાતી હોય છે, એ બધું થયા પછી આપણે કેવા છીએ એનાથી આપણી કક્ષા મપાતી હોય છે. આપણે વામણા છીએ કે વિરાટ એ નક્કી થતું હોય છે. આપણે છીછરા છીએ કે છલોછલ એ ખબર પડતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

માણસે ગુસ્સો કરી કોઈને ડરાવવા જોઈએ નહીં, પણ પોતાના ગુસ્સાથી પોતે જ ડરવું જોઈએ. ગુસ્સો કરે એણે જ બધું ગુમાવવું પડે છે.   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

એકલતા આપણને ઓગાળી નાખે છે. એકાંત આપણને સમૃદ્ધ બનાવે છે. એકનો અંત લાવે એ એકાંત. એકલા પાડી દે એ એકલતા. તમારા એકાંતને પ્રેમ કરો. તમારી એકલતાને નફરત. એકલતા તો પોતાથી ભાગવાની પ્રવૃત્તિ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધમાં અપેક્ષાઓ પણ એકસરખી હોવી જોઈએ. અપેક્ષા સંતોષાય એવી હોવી જોઈએ. સંબંધમાં કોઈ પણ બાબતે અતિરેક થાય ત્યારે જ તેનો અંત આવે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

લવમેરેજ હોય કે એરેન્જ મેરેજ કમિટમેન્ટ સૌથી વધુ મહત્ત્વનું છે. પ્રેમ,  વિશ્વાસ અને વફાદારી
હોય તો જ જિંદગી જીવવા જેવી લાગે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes