chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

વીતી ગયેલો સમય પણ જીવાઈ ગયેલો સમય હોતો નથી એ થોડો આપણી સાથે રોજેરોજ જીવાતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સાચું કરવાની સજા ભોગવવી પડે ને તો એ પણ વાજબી છે. સારા થવું અઘરું છે અને સંસ્કારની ત્યાં જ જરૂર પડે છે. સત્યનો સાથ આપવાનું સ્વીકારે એ સંસ્કાર. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જૂના સમય ઉપર સંવેદનાનો થોડોક છંટકાવ કરો ત્યારે બધાં જ સ્મરણો જીવતાં થઈ જતાં હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સુખ, શાંતિ અને શ્રેષ્ઠ જિંદગી માટે સારા સંસ્કાર સહાયરૂપ બને છે. સંસ્કાર એ પણ છે કે ક્યાં સુધી નમવું અને ક્યારે માથું ઊંચું કરીને આંખ સામે આંખ માંડવી! આપણને આપણી નજરમાં જ ટટ્ટાર ઊભા રહેતા શીખવે એ જ ખરા સંસ્કાર.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

વીતેલો સમય પણ વસવસો નહીં, વિસામો આપવો જોઈએ. સારાં સ્મરણોને સજીવન રાખવા માટે ઘણી ઘટનાઓને દફનાવી દેવી પડે છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમ પાગલની જેમ કરો, પણ મૂરખની જેમ તો નહીં જ!   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

કંઈ ખોટું કરવાની વાત આવે ત્યારે આપણું દિલ આપણને રોકે છે. ના, મારાથી આવું ન થાય. આ મને ન શોભે. કોણ રોકતું હોય છે આપણને? આપણને જે રોકે છે એ આપણા સંસ્કાર હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમને ભરપૂર જીવો, પણ જો એ બંને તરફ તરબતર હોય તો. એક તરફ સુકાયેલો હોય તો આપણે તરસતા જ રહેવાના છીએ!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમ સાત્ત્વિક હોવો જોઈએ અને વાસ્તવિક પણ હોવો જોઈએ. કોઈ એક દુ:ખી હોય ત્યારે બીજાના  મોઢામાંથી પણ ‘આહ’ નીકળવી જોઈએ. કોઈ એક સુખી હોય ત્યારે બીજાના મોઢામાંથી પણ ‘વાહ’ નીકળવું જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes