chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

જેની હાજરીથી મજા બેવડાઈ જતી હોય છે એની હાજરીથી જ ગમ, પીડા, વેદના, દર્દ, ઉદાસી અને મુશ્કેલી અડધી થઈ જતી હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આપણને એવું લાગે કે પ્રેમ ઘટી રહ્યો છે તો એને વધારી દો. સ્નેહ સુકાઈ જાય એ પહેલાં એને છલકાવી દો. બોલી દો જે મનમાં હોય તે, નારાજગી હોય તો પણ વ્યક્ત થઈ જાવ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રયત્ન કરવો પડે તો પ્રયત્ન કરીને પણ પ્રેમ જીવતો રાખો, કારણ કે પ્રેમ જો ખતમ થઈ ગયો તો પછી પ્રયત્નનું પણ કોઈ પરિણામ મળશે નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ડિસ્ટન્સ લાગવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે જે અનુભવતા હોઈએ એ એક્સપ્રેસ કરતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમમાં આઝાદી અને સ્વીકારાયેલું બંધન સહજ હોવું જોઈએ. બંધન એટલે મનાઈ નહીં, બંધન એટલે ગુલામી નહીં, બંધન એટલે રોકટોક નહીં, બંધન એટલે પોતાની વ્યક્તિને ન ગમતું હોય એ ન કરવાની દાનત.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જો અને તો એક ભ્રમણા છે. ભ્રમણામાં એવાં શમણાં હોય છે જે સાચાં હોતાં નથી.   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે ભૂતકાળ સાથે ઝઝૂમતો રહે છે એ વર્તમાનમાં ક્યારેય જીવી શકતો નથી. જે ગઈ કાલનાં ગીતો ગાતા રહે છે એ જિંદગીમાં આજના સૂર અને આજના સંગીતને માણી શકતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

તમારા આજના સત્યને તમે ગઈ કાલના ઇતિહાસ સાથે ન સરખાવો. જો એવું કરશો તો આજનું સત્ય પણ કદાચ તમને અસત્ય લાગવા માંડશે! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમની પહેલી અને સૌથી મહત્ત્વની શરત મોકળાશ અને હળવાશ આપવી એ છે. એટલું ન ગૂંથાવું કે સંબંધ ગૂંચવાઈ જાય. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes