chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

સંબંધમાં જ્યારે કહેવા જેવું જ કંઈ ન હોય ત્યારે નીકળતો નિસાસો ઘણું બધું બયાન કરી દેતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જ્યાં કંઈ સાબિત કરવાનું ન હોય ત્યાં ધરાર કંઈક સાબિત કરાવવું એ આપણી નબળી મનોવૃત્તિ જ સાબિત કરે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે સંબંધો દાવ પર લાગતા હોય છે એ સંબંધો લાંબા ટકતા નથી. સાચો સંબંધ કોઈને બાંધે નહીં, એ તો મુક્ત રાખે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ડીફરન્સીસ થાય કે વાંધો પડે ત્યારે સામે હોય એ વ્યક્તિ સામું ન જુએ ત્યારે સર્જાતા શૂન્યવકાશમાં શ્વાસ રૂંધાતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અબોલાં ઉત્પાત સર્જે છે. ઉત્પાત હોય ત્યાં ઉકળાટ જ થાય. ઉકળતું હોય ત્યાં વરાળ જ સર્જાય. વરાળ આગથી વધુ દઝાડે છે. આગ તો દેખાતી હોય છે. વરાળ દેખાતી નથી. વરાળ વેદના જ આપે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ક્યારેય સારું લાગે એવું કરતા ન હોય એ ખરાબ લગાડે ત્યારે ક્યારેક આશ્ચર્ય અને ક્યારેક સવાલો થતા હોય છે!    
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આધિપત્ય અને અતિરેક સંબંધને અંત તરફ જ લઈ જાય છે. હળવાશ અને સહજતા જ સંબંધને સજીવન રાખે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધ ગમે એટલો ગાઢ  હોય એમાં અપડાઉન્સ આવવાના જ છે. સંબંધ એના પરથી જ ટકતા હોય છે કે એમાં સત્વ કેટલું છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધો ત્યાં સુધી જ જીવાતા હોય છે જ્યાં સુધી એ જીરવાતા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes