chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

ચોઇસ ન હોય ત્યારે જ સૌથી મોટી પરીક્ષા લેવાતી હોય છે કે આપણે સંજોગો સાથે કેવી રીતે ‘ડીલ’ કરીએ છીએ!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગીના ગુણોની માર્કશીટ નથી હોતી, એ તો અનુભવાતી હોય છે. આપણે કેવું જીવીએ છીએ તેના પરથી નક્કી થતું હોય છે કે આપણને જિંદગી જીવતા કેવું આવડે છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમના પિરિયડ ન હોય, સંવેદનાની શાળા ન હોય, કરુણાના ક્લાસ ન હોય, સ્નેહનો સિલેબસ ન હોય, છતાં આત્મીયતાની એક્ઝામ હોય છે, પડકારની પરીક્ષા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આધિપત્ય આદત બની જાય ત્યારે અસ્તિત્વ અઘરું બની જતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

નાની નાની વાતમાં જે વખાણ કરી શકતાં નથી, એ મોટી વાત હોય ત્યારે સૌથી પહેલાં શાબાશી આપવા દોડી જતા હોય છે. મંજિલે પહોંચ્યા પછી તો આખું ગામ બિરદાવવાનું છે. સફર સમયે જે સાથે હોય એ જ સાચો સંબંધ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આપણે આપણી વ્યક્તિની રેન્જમાં હોઈએને તો જ વેવ્ઝ ઝિલાય. નિકટતા હોય તો જ ઉત્કટતા મહેસૂસ થાય.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

કોઈ પાછળ રૂપિયા ન વાપરો તો કંઈ નહીં, સંવેદનામાં બોળેલા થોડાક શબ્દો વાપરી જોજો, એ સંબંધ સદાને માટે સજીવન રહેશે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

માણસમાં આવતા દરેક પરિવર્તન ખરાબ નથી હોતા. સારા બદલાવની આપણે નોંધ લેવી જોઈએ. બદલાવને બિરદાવવાની ફાવટ બહુ ઓછા લોકોને હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધમાં દુ:ખી થવું ન હોય તો એટલી સમજણ જરૂરી છે કે, ‘એન્ડ’ કરવાનો હોય ત્યારે અચકાવું નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes