chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

 સન્માન મેળવવા માટે સન્માન આપવું પડે. સાચા સન્માનમાં સહજતા હોય, સ્નેહ હોય અને સ્વીકાર હોય.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગીમાં બે વસ્તુ મહત્ત્વની હોય છે. એક તો પોતાનું સુખ અને બીજું પોતાના લોકોનું સુખ. સુખ સહિયારું હોય છે. એક વ્યક્તિ ક્યારેય એકલો સુખી થઈ ન શકે. આપણું સુખ બીજા પર પણ નિર્ભર હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધોમાં જ્યારે હાર-જીત, ઇચ્છા-જીદ, તારું-મારું અને તું કહે એમ નહીં, પણ હું કહું એમ થશે એવું આવે ત્યારે સંબંધો સામે સવાલો ઊભા થાય છે. તમે એ સવાલોના કેવા જવાબો શોધો છો તેના પરથી સંબંધ ટકશે કે તૂટશે એ નક્કી થતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જ્યાં માણસ પોતાનો વિચાર વ્યક્ત ન કરી શકે, પોતાની ઇચ્છા જાહેર ન કરી શકે, પોતાનું મંતવ્ય ન આપી શકે ત્યાં એક જુદા જ પ્રકારની ગુલામી જિવાતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

તમારી વ્યક્તિ નારાજ હોય ત્યારે તમને જો મનાવવાનું મન થતું હોય તો માનજો કે તમારો પ્રેમ સજીવન છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધોનું ગણિત ન હોય. સંબંધમાં સ્નેહ જ હોય. સંબંધો મૂડ, માનસિકતા, મહેચ્છા, સમય, સંજોગ,પરિસ્થિતિ મુજબ બદલતા રહે છે. ચડાવ-ઉતાર એ સંબંધોની ફિતરત છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, દુનિયાના બધા જ લોકો સ્વાર્થી અને મતલબી છે? તો તમારી જાતને જ એવો સવાલ પૂછજો કે હું કેવો છું કે કેવી છું?   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

તમારા માટે કોઈએ કંઈ કર્યું હોય એ તમને યાદ છે? એનું વળતર ન વાળો તો કંઈ નહીં, એટલિસ્ટ એનો આભાર તો જરૂર માનજો. માણસને માણસ જાત પ્રત્યે વિશ્વાસ રહે એવું કરવાની જવાબદારી પણ આખરે માણસની જ હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આક્ષેપ ખોટો હોય ત્યારે શબ્દો સોંસરવા ઊતરી જતા હોય છે અને આપણી અંદર ઘણુંબધું વેતરી નાખતાં હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes