chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

અપેક્ષા પૂરી થાય તો એને માણવાની. અપેક્ષા પૂરી ન થાય તો એને ટાળવાની. અધૂરી અપેક્ષા વેદના આપે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સ્વીકાર અને સમજણ હશે તો દૂર થઈ ગયા પછી પણ અમુક સંબંધ સજીવન રહેશે અને જ્યારે મળીએ ત્યારે એ જીવંત થઈ જશે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અપેક્ષા જેટલી ઊંચી રાખીએ એટલા વધુ નીચે પછડાઈએ છીએ. અપેક્ષા જેટલી ઊંચી, આઘાત એટલો ઊંડો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સરળતા અને સહજતા જ સુખ આપી શકે. આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

  છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વહાલનું પણ એવું જ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes