" લાગણી થઈ ઠંડી"
આજકાલ સબંધોમાં મંદી લાગી ગઈ છે.
એમ કહો કે લાગણીમાં ઠંડી લાગી ગઈ છે.
નથી રહ્યું કોઈ-કોઈનું પણ આજકાલ તો,
બે ભાઈઓ વચ્ચે જુવો વંડી લાગી ગઈ છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલા યુવાનોને,
પણ, આદતોય કેવી ગંદી લાગી ગઈ છે?
વેચાય છે ખુલ્લે આમ એ જ જગ્યાએ,
જ્યાં કહેવાય કે દારૂબંધી લાગી ગઈ છે.
મોક્ષનો માર્ગ બસ એમને મળશે "વ્યોમ "
હાથમાં જેના ઈશ્વરની કંઠી લાગી ગઈ છે
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર