ગીત ગાતો ગાતો આવીશ તારે દ્વારે.
હરખાતો હરખાતો આવીશ તારે દ્વારે.
ઘણું દીધું દેવાધિદેવ દેવ દયા કરી તમે,
ઉપકાર તારો માનતો આવીશ તારે દ્વારે.
હૈયાના સ્પંદનો સ્પર્શશે ભોળાનાથને,
તારી સમીપ રહેતો આવીશ તારે દ્વારે.
ઉર ધબકારને શ્વાસ સરગમે સ્મરીને,
આનંદ કરતો કરતો આવીશ તારે દ્વારે.
નયન ઝંખે દર્શન તારું સદાશિવ શંભુ,
ચોરાસી ફરતો ફરતો આવીશ તારેદ્વારે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.