મૂલ મેણાં ના ચુકવી ને ચીતરી મોંઘેરી દિવાલ ,
અણમોલા વાગે એવા જાણે શબ્દે કર્યો કમાલ .
વિસરી જો જાવ ને તો વેલેરુ વાહે આવે ઝુંડ ,
ને રાખું જો યાદ તો અંદર બાર થાય ધમાલ,
ગળી જવું જ્યારે અટકે અણધાર્યા ઓરતા,
ને બોજ એવા હવે જીલવા નથી બની હમાલ.
હાથે હરખ ને પગે ગૂંથાયેલી સાંકળ લાલ ગુલાલ,
એવે રે હૈયે સખી કેમ કરી થઈશ તું સારી દલાલ?
વેતરી ને જાત તું ઘણું રે કમાણી હોંશે હોંશે જીવ,
જગત ના ઝરૂખા ને એનો હજી છે ઘણો મલાલ.