ગોરલ ને પિયર જવાના ઓરતા,
પરબના પાંચ દી પેલા ઈ ફોરતા,
હૈયે એને મોર પિયરના બોલતા,
હોંશેને ઝટપટ કામ બેવડું કરતા,
હાહું માં નવા કામકાજ ગોતતા,
જાણે ગોરલ પાછા'જ ના ફરતા,
લઈ ઇંઢોણી વાસીદાઓ નાંખતા,
સાથે મનમાંને મનમાં ઈ હરખાતાં,
કૂવે બેનપણીયુ સૌ સાથે હરખાતા,
મલક મલક પાણીડાં શીશીને ભરતાં,
ફરે કંટાળોને આળસ તો આંટા મારતા,
આવા દી'હો'જ્યારે આણંદમાં જ રેતા,
સાંજ પડેને ગોરલ રોજ ઈ મૂંઝાતા,
સપના પિયરના પૂરા થાશે કે થાતા,
પિયુજી તો આગવા ગમમાં ફરતા,
વિચારી સપના એકલાના આગતા,
✍️ગોપાલ સરૈયા