Gujarati Quote in Good Evening by Vijay Raval

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે મિનીટ.
બે મિનીટ છે તમારી પાસે... હાં ફક્ત બે મિનીટ.
માત્ર તમારી બે મિનીટ જોઈએ..
એ જણાવવા માટે કે,

આવતીકાલે હું મારી આગવી અને આગામી પાંચમી નવલકથાના રૂપરેખાની આપ સૌની સમક્ષ સહર્ષ ઘોષણા કરવાં જઈ રહ્યો છું...

છેલ્લાં એક વર્ષ દરમિયાન..
ચાર નવલકથા, ચાર લઘુ નવલકથા, બે ટૂંકી વાર્તા, બે નવલિકાની પ્રસ્તુતિ
પછી..

પાંચમી એપ્રિલ ૨૦૨૧ એ લઘુ નવલકથા
‘ જીસ્મ કે લાખો રંગ ’ ના અંતિમ પ્રકરણના અંતે અપ્રતિમ પ્રતિસાદ સાથે સૌ વાચક મિત્રોનો સર્વ સામાન્ય એક જ સૂરમાં એક જ પ્રશ્ન હતો..

‘હવે પછી નવી વાર્તા લઈને કયારે આવો છો.’

આ એક જ વાક્ય મારા માટે સૌ વાચકમિત્રો તરફથી મળેલું સર્વોચ્ચ પ્રશસ્તિપત્ર છે.
અને આ એક વાક્યના પરીબળે અવતરી મારી આગામી નવલકથા..

શિર્ષક..પાત્ર પરિચય..અને તારીખનું વિગતવાર એલાન આવતીકાલે...

તા.ક.

‘વિગતવાર '
શબ્દ એટલા માટે ટાંક્યો કે...
ઘણાં વાચકમિત્રો દોસ્તીની દાવેદારીના હક્ક હિસ્સા દ્વારા શિર્ષક કિસ્સાથી અવગત છે એટલે.

આભાર..

વિજય રાવલ.

Gujarati Good Evening by Vijay Raval : 111703179
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now