સ્વભાવ જેનો ઘણો શાંત લાગે છે.
ભીતર છુપાયેલી કઈંક વાત લાગે છે.
આંખોની ભીનાશ બધું બોલી જાય છે.
તારા ગણવામાં કાઢેલી રાત લાગે છે.
હળાહળ આંસુને પીતો રહ્યો છે જે,
આત્મવિશ્વાસથી ભરેલી જાત લાગે છે.
સફરમાં ભુલા પડવાનું મંજુર રાખ્યું જેણે
ઘસાઈને ચમકેલી એની ઔકાત લાગે છે.
દુઃખ - સુખ હસતા મોઢે સ્વીકારી લીધું.
હૃદય સાથે જરાક ઊંડો પક્ષપાત લાગે છે.
- SHILPA PARMAR "SHILU"